Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

લઘુ ઉદ્યોગો માટે ૫૯ મીનીટમાં લોન મળે તેવુ પોર્ટલ કાર્યાન્વિતઃ દિપક મદલાણી

રાજકોટ, તા.૧૭: રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા લઘુ ઉદ્યોગકારોને માત્ર ૫૯ મિનીટ જેવા ટૂંકાગાળામાં જ રૂપિયા એક કરોડ જેવી લોન સરળતાથી મળી રહે તે માટે પોર્ટલની સુવિધા કાર્યાન્વિત કરી છે અને દસ હજાર અરજદારોની ધિરાણ અરજીઓ પણ મંજૂર કરવામાં આવી છે ત્યારે, આ યોજના લઘુ ઉદ્યોગોને વધુ પ્રોત્સાહન મળશે તેમ રાજકોટ જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના કન્વીનર દિપકભાઇ મદલાણીએ જણાવ્યું છે.

છેવાડાની માનવીની સતત ખેવના કરનારાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનાં નેતૃત્વ હેઠળની રાજયની ભાજપ સરકાર સામાન્ય લોકો લઘુ ઉદ્યોગો સ્થાપીને રાજયના વિકાસમાં સહભાગી બને તે માટે સતત કાર્ય કરી રહી છે.

લઘુ ઉદ્યોગને લોનની વિકાસમાં મહત્વનું પગલું સાબિત થશે તેમ જણાવી ઉમેર્યુ છે કે, કેન્દ્ર સરકારના નાણાં મંત્રાલય આયોજિત લઘુ ઉદ્યોગ એકમો જાહેર ક્ષેત્રોની બેંકો પાસેથી જીએસટી અને આવકવેરા રિટર્ન જેવા દસ્તાવેજની મદદથી માત્ર ૫૯ મિનિટમાં રૂપિયા એક કરોડનું ધિરાણ મેળવી શકે તેવું પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આ પોર્ટલ કાર્યાન્વિત થતાંની સાથે જ એકસાથે દસ હજાર જેટલા લઘુ ઉદ્યોગકારોની ધિરાણની અરજી મંજૂર કરવામાં આવી છે.

રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ રાજયના બજેટમાં લઘુ ઉદ્યોગો માટે પ્રોત્સાહક યોજના અમલમાં મુકી રૂ.૧ હજાર કરોડની ફાળવણી કરી હોવાનું દિપકભાઇ મદલાણીએ જણાવ્યુ છે.

(3:47 pm IST)