Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

લો-ના વિદ્યાર્થીઓ હવે અન્ડરટ્રાયલ કેસો અંગે કેદીઓને સમજ આપશેઃ કલીનીક શરૂ થયુ

ઇન્ટરનેશનલ જસ્ટીશ-ડે નિમિતે કાર્યક્રમનું આયોજન

રાજકોટ તા.૧૭: ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, રાજકોટ દ્વારા એ.એમ.પી.સરકારી લો કોલેજ ખાતે આજરોજ તા.૧૭-૭-૨૦૧૯ના રોજ સવારના ૯.૩૦ કલાકે મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને ચેરમેન, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના કુ.ગીતા ગોપી દ્વારા ''લો સ્કુલ બેઇઝ લીગલ  એઇડ કલીનીક વીથ ફોકસ ઓન ઇન્ડરટ્રાયલ''નું ઉદ્દઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિર્વસીટીના લો ડીપાર્ટમેન્ટના હેડ ડો.બી.જી.મણીયાર સાહેબ, જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના સેક્રેટરી એચ.વી.જોટાણીયા, એ.એમ.પી. સરકારી લો કોલેજના પ્રિન્સીપાલ ડો.મીનલબેન રાવલ, કોલેજના સ્ટાફ તથા લો કોલેજના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ.

સદરહું ઉદ્દઘાટન કાર્યક્રમ બાદ એ.એમ.પી.સરકારી લો કોલેજ ખાતે જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા ''ઇન્ટરનેશનલ જસ્ટીસ ડે''ની ઉજવણીના ભાગરૂપે કાનૂની જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. સદરહું કાર્યક્રમમાં લો કોલેજના પ્રિન્પીસાલ ડો.મીનલબેન રાવલ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવેલ.

ત્યારબાદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ,રાજકોટના સેક્રેટરી શ્રી એચ.વી. જોટાણીયા દ્વારા ગુજરાત રાજય  કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સુચના અને માર્ગદર્શન મુજબ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ દ્વારા એ.એમ.પી.લો કોલેજ ખાતે ''લો સ્કુલ બેઇઝ લીગલ એઇડ કલીનીક વીથ ફોકસ ઓન અન્ડરટ્રાયલ'' શરૂ કરવા પાછળનો હેતુ, લો કોલેજના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને સદરહું કલીનીક અંતર્ગત જેલમાં જઇ કેદીઓ માટેની કરવાની થતી કાર્યવાહી અંગે સમજ આપવામાં આવેલ. વધુમાં દર મહીને સદરહું લો કોલેજમાંથી ઓછામાં ઓછા પાંચ વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓ જેલમાં જઇ ફોજદારી કાર્યરીતિ સંહિતાની ''પ્લી બારગેનીંગ'' અંગેની જોગવાઇ અંગે જેલમાં રહેલકેદીઓને સમજાવવા વિનંતી કરેલ હતી.

ત્યારબાદ ડીપાર્ટમેન્ટ ઓફ લો ના હેડ ડો.બી.જી.મણીયારનાઓએ સરકારી લો કોલેજમાં કોર્ટ દ્વારા ખોલવામાં આવતી આવી લીગલ એઇડ કલીનીકની સરાહના કરી હતી તથા લો કોલેજમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને કલીનીકનો વધુમા વધુ લાભ લઇ કલીનીકમાં કરવાની થતી કાર્યવાહી ઉત્સાહસભર કરવા પ્રેરણા આપેલ હતી.

ત્યારબાદ મુખ્ય જીલ્લા ન્યાયાધીશ અને જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટના ચેરમેન કુ.ગીતા ગોપી સાહેબે અન્ડરટ્રાયલ ઉપર ફોકસ કરવા માટે સદરહું કલીનીકનું ઉદ્દઘાટન કરવામાં આવેલ હોવાનું જણાવેલ તથા ઇન્ટરનેશનલ જસ્ટીસ ડેનું મહત્વ સમજાવેલ વધુમાં કાયદાનો અભ્યાસ કરી રહેલ તમામ વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને કલીનીકનો વધુમાં વધુ લાભ લેવા તથા જેલમાં જઇ અન્ડરટ્રાયલ પ્રિઝનર્સ અંગેની કામગીરી કરવા પ્રેરણા આપેલ હતી અને કાયદાકીય અભ્યાસ કરી રહેલ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને દરેક જગ્યાએ કાયદાની જાગૃતિ અંગે પ્રયાસ કરવા તથા સમાજના દરેક વ્યકિતઓને મળવાપાત્ર કાનૂની સહાય અંગે વધુમાં વધુ જાગૃતિ ફેલાય તેવા પ્રયત્નો કરવા પ્રેરણા આપેલ હતી.

સદરહું કાર્યક્રમના અંતે એ.એમ.પી.સરકારી લો કોલેજના આસીસ્ટન્ટ પ્રોફેસર ડો.પ્રકાશ કાગડા દ્વારા હાજર રહેલ તમામ મહેમાનોનો આભાર વ્યકત કરવામાં આવેલ હતો.

સદરહું કાનૂની જાગૃતિ કાર્યક્રમમાં લો કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં હાજર રહેલ હતા.

(3:34 pm IST)