Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વાવ પોલીસે ફિલ્મીઢબે પીછો કરીને દારૂ ભરેલી બે સ્વીફ્ટ કાર ઝડપી : ત્રણ આરોપીઓ ફરાર

કસ્ટમ રોડ પર લખાપીર પાટિયા પાસે ગાડી મૂકીને આરોપીઓ ફરાર : વહીસ્કીની 1010 બોટલ અને બંને સ્વીફ્ટ કાર જપ્ત

વાવ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને બે સ્વીકત કારમાંથી દારૂનો જંગી જથ્થો ઝડપ્યો છે જોકે પોલીસે પીછો કરતા ત્રણ આરોપીઓ ગાડી મૂકીને ફરાર થયા હતા પોલીસે એક લાખથી વધુની કિંમતના દારૂના જથ્થ સાથે બંને કાર કબ્જે કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

 આ અંગેની વિગત મુજબ બનાસકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષકની સુચના તથા મદદનીશ પોલીસ અધિક્ષક થરાદ વિભાગ થરાદના સુચના અને માર્ગદર્શન મુજબ વિદેશી દારૂની હેરાફેરી ગે.કાની પ્રવૃતિ રોકવા સારૂ જી.કેજાડેજા પો.સ.ઇ.સા વાવ તથા અ.પો.કોન્સ. અમરસિહ ભુરસિહ, અ.પો.કોન્સ કિરણભાઇ હીરાજી પો.સ્ટે વિસ્તારમાં પ્રોહી અંગે પેટ્રોલીંગમાં હતા.

   આ દરમ્યાન અસારાવાસથી અસારા ચોકડી તરફ આવતાં સામેથી બે સ્વિફટ ગાડીઓ આવતી જણાઇ હતી. જે બંને ગાડીઓ અચાનક અસારા ચોકડીથી સ્પીડમાં વળી પાછી વળી ગયેલ અને લોદ્રાણી તરફ પુરઝડપે ભગાડેલ જેનો પીછો કરતાં કસ્ટમ રોડ ઉપર લખાપીર પાટીયા પાસે સ્વિફટ ડીઝાયર ગાડી મુકી અન્ય સ્વિફટ ગાડીમાં અજાણ્યા ત્રણ ઇસમો નાસી ગયા હતા. પોલીસે સ્વિફટ ડીઝાયર ગાડીમાંથી ક્રેજી રોમીયો વ્હીસ્કી કુલ બોટલ નં. ૧૦૧૦ કિ.રૂ. ૧,૦૧,૦૦૦ તથા સ્વિફટ ડીઝાયર ગાડી કિ.રૂ. ૨,૦૦,૦૦૦ એમ કુલ રૂ. ૩,૦૧,૦૦૦નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે.

(1:39 pm IST)