Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વિજયભાઇ રૂપાણી દ્વારા ઉત્તર-મધ્ય ગુજરાતના ૧૩૬ કિ.મી.ના મુખ્ય ૪ માર્ગોના ૬પ૬ કરોડના કામોને મંજુરી

ટ્રાફિકનું ભારણ ઘટશે : નાગરિકોની સલામતી વધશે, પરિવહનમાં સમય-ઇંધણ બચશે

ગાંધીનગર, તા. ૧૭ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં ટ્રાફીકનું ભારણ દ્યટે, નાગરિકોની સલામતી વધે, પરિવહનનાં સમય અને ઈંધણની બચત થાય તે હેતુસર ઉત્ત્।ર/મધ્ય ગુજરાતના મુખ્ય ચાર માર્ગોનાં નવીનીકરણ કરવાના કામોને મંજૂરી આપી છે. રૂપાણી સરકાર દ્વારા ઉત્ત્।ર/મધ્ય ગુજરાતનાં મુખ્ય ચાર માર્ગોનાં રૂ. ૬૫૬ કરોડના કામો મંજૂર કરીને તેની ટેન્ડર પ્રક્રિયા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને આ કામો ટૂંકસમયમાં શરૂ કરવામાં આવશે જે આગામી ૨ વર્ષમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રહેશે.

રૂપાણી સરકાર દ્વારા ઉત્ત્।ર ગુજરાતનાં મહેસાણાથી સિદ્ઘપુર વચ્ચેનાં રસ્તાને ૬ માર્ગીયકરણ બનાવવાનું કામ રૂ.૨૩૦ કરોડનાં ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં શરૂઆત મહેસાણા બાયપાસ (ફતેપુરા)થી શરૂ થઈ ઉંઝા-સિદ્ઘપુર સુધીનાં ૨૫ કિ.મી. લાંબા રસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન હાલનાં ૪ માર્ગીય રસ્તાને ૬ માર્ગીય રસ્તો બનાવવા સાથોસાથ તેમાં ડાબી બાજુ બહુહેતુક પદયાત્રીઓ માટે એક વધારાની લેન તથા બન્ને તરફ સોલ્ડરનો સમાવેશ કરાશે. આ ઉપરાંત હાલનાં ચારમાર્ગીય પુલોનું આઠમાર્ગીય પુલોમાં નિર્માણ કરવામાં આવશે. સાથે જ ઉંઝા શહેરમાં ૧૨૦૦ મીટર જેટલી લંબાઈનો ૬ માર્ગીય ફલાયઓવર બનાવવામાં આવશે. સિદ્ઘપુર ગામની ૪ કિ.મી. જેટલી લંબાઈમાં ૬ માર્ગીય રસ્તા ઉપરાંત બન્ને તરફ ૭ મીટર પહોળાઈમાં સર્વીસ રોડ પણ બનાવવામાં આવનાર છે. આ સિવાય રૂ. ૧૨૪ કરોડના ખર્ચે રાધનપુરથી ચાણસ્મા રસ્તાનું નવીનીકરણ કરાશે. જેમાં રાધનપુરથી ચાણસ્મા સુધીની ૬૦ કિ.મી.ની લંબાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં હાલના બે માર્ગીય રસ્તાનાં નવીનીકરણની કામગીરી પણ કરાશે. મધ્ય ગુજરાતનાં ધોરીડુંગરીથી લુણાવાડા રસ્તાનું નવીનીકરણ કરવાનું કામ રૂ.૮૬ કરોડના ખર્ચે હાથ ધરાશે. જેમાં ધોરીડુંગરીથી ગરસિયાવાડા અને ગરસિયાવાડાથી લુણાવાડા સુધીની ૨૬ કિ.મી.ની લાંબા રસ્તાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં સુધારો, મજબૂતીકરણ, નવીનીકરણની કામગીરી તથા હાડોડ પાસેના ડૂબાઉ પુલની જગ્યાએ મોટા બ્રીજનું બાંધકામ પણ કરાશે. જેના પરિણામસ્વરૂપે મહિસાગર અરવલ્લી જિલ્લાઓનાં વાહનવ્યવહારની સગવડમાં વધારો થશે. ઉપરાંત હાડોડ પાસેના ડૂબાઉ પુલ કે જે ચોમાસામાં ભારે વરસાદને કારણે દ્યણીવાર બંધ થઈ જતો હતો તે જગ્યાએઙ્ગ મેજર બ્રીજ થવાથી મહિસાગર જિલ્લાને ગાંધીનગર સાથે કનેકટીવીટી મળશે. જયાં માનવી ત્યાં સુવિધાના મંત્ર સાથે લોકોને સરળતા તરફ દોરી જવાના નક્કર હેતુ સાથે રોડ-રસ્તા, અંડરબ્રિજ, ઓવરબ્રિજના નિર્માણ-સુદ્વઢીકરણ સાથે જનજીવનને વધુને વધુ સરળ બનાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સીધી દેખરેખ હેઠળ ગુજરાતનાં રોડરસ્તા અદ્યતન બને, પરિવહન દરમિયાન નાગરિકોની સલામતી જળવાઈ રહે, અકસ્માત ન થાય, ઈંધણ અને સમય બચે વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. રાજયમાં વધતા જતા શહેરીકરણ અને આર્થિક સમૃદ્ઘિ - ઉદ્યોગ - વેપારના વ્યાપને કારણે વાહનોની સંખ્યા દિન-પ્રતિદિન વધતી જાય છે. તેથી વાહન યાતાયાતમાં સરળતા રહે, ટ્રાફિકના પ્રશ્નો ઊભા ન થાય એ માટે રૂપાણી સરકારનાં આ વર્ષનાં બજેટમાં પણ મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે.

(1:22 pm IST)