Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં માત્ર 5497 લોકોને નોકરી આપી

સરકારી ચોપડે 4,24,990 લોકોની બેરોજગાર તરીકે નોંધણી : છ જિલ્લામાં એકપ્ણને નોકરી મળી નથી

અમદાવાદ : ગુજરાતમાં બેરોજગારીને લઈને વિધાનસભામાં ચર્ચા થઈ. જેમાં છેલ્લા બે વર્ષમાં માત્ર પાંચ હજાર ચારસો 97 લોકોને જ સરકારી નોકરી મળી છે.

  સરકારી ચોપડે ચાર લાખ 24 હજાર 990 લોકોની બેરોજગાર તરીકે નોંધણી થઈ છે.જેમાં ચાર લાખ બે હજાર 391 શિક્ષિત બેરોજગાર છે. જ્યારે 22, 599 અર્ધશિક્ષિત બેરોજગારો છે. બે વર્ષમાં વડોદરા,સુરત,ખેડા , નવસારી, દાહોદ,નર્મદા જિલ્લામાં એક પણ વ્યક્તિને સરકારી નોકરી મળી નથી.

(1:03 pm IST)