Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

રાધનપુરમાં પાણીનો પોકાર :દર 10 દિવસે વિતરણ બે-બે કી,મી,દૂર જવું પડતું હોય મહિલાઓને મુશ્કેલી

પાલિકાની છ ટ્યુબવેલ કાર્યરત છતાં વિતરણ વ્યવસ્થાનો અભાવ

રાધનપુરમાં પાણીનો પોકાર ઉઠ્યો છે રાધનપુરમાં  દર 10 દિવસે પાણી મળતું હોવાના કારણે મહિલાઓએ પાણી માટે બે-બે કિલોમીટર દૂર જવુ પડે છે.

  કોંગ્રેસ શાસિત નગર પાલિકામાં રાજકારણના ડખા હોવાના કારણે રાધનપુરના લોકોને પાણી ન મળતુ હોવાની પણ ચર્ચાઓ છે. જોકે તેનાથી મુશ્કેલી વેઠવાનો વારો તો મહિલાઓને આવી રહ્યો છે.

  લોકોમાં ચર્ચાતી વિગત મુજબ નગરપાલિકાની છ ટ્યુબવેલ કાર્યરત છે. જેથી દરરોજ 27 લાખ લીટર પણી આપવામાં આવે છે. પરંતુ પાણી વિતરણ વ્યવસ્થાના અભાવે મુશ્કેલી વેઠવી પડે છે.

(11:35 am IST)