Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષગાંઠે ગરુડેશ્વરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરાશે

31મી ઓક્ટોબરે વિવિધ કાર્યક્રમો : વડાપ્રધાન મોદી રહેશે ઉપસ્થિત : સી પ્લેન સેવા પણ શરૂ કરાશે

અમદાવાદ : વિષ્વના સૌથી ઉંચા એવા નર્મદા ડેમ પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષ ગાંઠની ઉજવણી સમયે તે વિસ્તાર ગરુડેશ્વરને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરવામાં આવશે

  આગામી  31 ઓક્ટોબરે આયોજિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રથમ વર્ષ ગાંઠ પર વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પણ ઉપસ્થિત રહેવાના છે. અને તેઓ જ ગરુડેશ્વર વિસ્તારને કેન્દ્ર શાસિત પ્રદેશ જાહેર કરશે.

  ભારતમાં હાલ સાત કેન્દ્રશાસિત પ્રદેશ છે.જેમાં દિલ્હી, ચંદીગઢ, દીવ-દમણ, દાદરાનગર હવેલી, પોંડીચેર, આંદમાન નિકોબાર અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે. જેમાં હવે ગરુડેશ્વર પણ ઉમેરાશે. ગરુડેશ્વરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલુ છે. અને ત્યાં પ્રવાસીઓ સરળતાથી આવી શકે તેવ વ્યવસ્થા થઈ રહી છે. ટૂંક સમયમાં સી પ્લેન સેવા પણ શરૂ થવાની છે.

(1:05 pm IST)