Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

આણંદ પંથકમાં 15 વર્ષના સગીરે છ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું :ચકચાર

ગુપ્તભાગે લોહી નીકળતા ફોઈએ કારણ પૂછતાં મામલો ખુલ્યો

 

આણંદ પંથકના ગામમાં 15 વર્ષનાં  સગીરે 6 વર્ષનાં બાળક સાથે સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું છે. આ કિસ્સો સામે આવતા ચકચાર મચી  હતી બાળકનાં ગુપ્ત ભાગમાંથી લોહી નીકળવાને કારણે આ આખો મામલો સામે આવ્યો હતો. બાળકનાં પરિવારે કિશોર વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય આચરવાની ફરિયાદ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

   આ અંગે જાણવા મળ્યા મુજબ આણંદ પાસે આવેલા એક ગામની પ્રાથમિક શાળામાં 5થી 15 વર્ષના છોકરાઓ ક્રિકેટ રમવા ભેગા થાય છે. 6 વર્ષનો બાળક રવિવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ ઘરે આવ્યો ત્યારે તેના પગ નીચેથી લોહી નીકળતું હતું. બાળકનાં ફોઇએ પૂછ્યું કે આ શું થયું. ત્યારે બાળકે રડમસ અવાજમાં કહ્યું કે, 'પેલાએ આંગળી નાંખી દીધી હતી.' જે બાદ પરિવારજનો 15 વર્ષનાં કિશોરનાં ઘરે જઇને આખી ઘટના કહી હતી.
  જ્યારે કિશોરને પૂછ્યું કે તે આ બધું કર્યું છે તો તેને પહેલા ના કહ્યું હતું. પરંતુ તેને પોલીસ આવીને લઇ જશે એમ કહેતા જ તેણે ગુનાની કબૂલાત કરી હતી. જે બાદ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશને જાણ કરતાં પોલીસ જ ઘટનાસ્થળે આવીને સગીર વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી. સગીરને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે સમગ્ર ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ખાતેના બાળ ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવાનો આદેશ કર્યો હતો.

સગીરે અગાઉ 2થી 3 વાર આ જ બાળકના ગુપ્ત ભાગે આંગળી નાખી હોવાનું જણાવ્યું હતું. જેને પગલે બાળકે પહેલા પણ ઘરે ગુપ્ત ભાગે દુ:ખતું હોવાનું કહ્યું હતુ

(1:03 am IST)