Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

વડોદરા જિલ્લાના 313 દિવ્યાંગ લાભાર્થીઓને 19.84 લાખની સાધન સહાય ચૂકવવામાં આવી

 

વડોદરા જિલ્લામાં દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવામાં આવી રહી છે. સમાજ સુરક્ષા કચેરી દ્વારા નિરાધાર જરૂરિયાતમંદોને લાભાન્વિત કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮-૧૯માં સમાજ સુરક્ષા કચેરી દ્વારા વડોદરા જિલ્લામાં ૩૧૩ લાભાર્થીઓને ૧૯,૮૪,૭૭૭ની સહાય ચૂકવવામાં આવી છે, તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી હેતલ પરમારે જણાવ્યું હતુ.

  સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગોને સાધન સહાય કરી આર્થિક રીતે મદદરૂપ બનવામાં આવે છે. લાભાર્થીને તેમની જરૂરિયાત મુજબ સાધન સહાય મેળવવા અરજી કરવામાં આવે છે. સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓના સૌજન્યથી વિકલાંગ વ્યક્તિને સાધન સહાય આપવામાં આવે છે.

(1:11 am IST)