Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

અમદાવાદમાં મેટ્રોનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ; હવે અમદાવાદ - ગાંધીનગર ફેજ-2નું કામ શરૂ કરાશે ;સુરતમાં પણ મેટ્રો દોડાવાશે

વિધાનસભામાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે આપ્યું નિવેદન

 

અમદાવાદ :અમદાવાદમાં મેટ્રો ટ્રેનનું પ્રથમ તબક્કાનું કાર્ય પૂર્ણ થયું છે. જ્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના બીજા તબક્કાનું કામ પણ ટૂંક સમયમાં શરૂ થઇ જશે.

  ગૃહમાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલે જણાવ્યું હતું. છેલ્લા ઘણા વર્ષોથી મેટ્રોની અમદાવાદમાં રાહ જોવાતી હતી. ત્યારે હવે ગાંધીનગર ખાતે નિવેદન કરવામાં આવ્યું છે.કે ટૂંક સમયમાં બીજી તબક્કાનું કાર્ય શરૂ થશે.

   સરકાર દ્વારા મેટ્રો ટ્રનના પ્રથમ ફેઝનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. અને ટૂંક સમયમાં અમદાવાદ-ગાંધીનગર વચ્ચેના ફેઝ-2નું કામ પણ શરૂ થઇ જશે. ઉપરાંત સુરતમાં પણ મેટ્રો ટ્રેનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે તેમ નીતિન પટેલે જણાવ્યું છે.

(12:11 am IST)