Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પાલનપુર અમદાવાદ હાઇવે પર ટ્રક અડફેટે બાઇક ચાલક યુવાનનું કમકમાટીભર્યું મોત

જગાણા એન્જીનીયરિંગ કોલેજ આગળ અકસ્માતમાં સાગ્રોસણાના બાઇક સવાર યુવક ધવલનું મોત

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર જગાણા એન્જીનીયરીંગ કોલેજ  પાસે તર્ક અડફેટે બાઈક ચાલાક યુવાનનું કામકામતિભર્યું મોત નીપજ્યું છે  ટ્રક ચાલકના ગફળતભર્યા ડ્રાઈવીંગે યુવક ઉપરથી ટ્રક પસાર કરી દેતા તેનું પ્રાણપંખેરૂ ઉડી જવા પામ્યું હતું

   આ અંગે મળતી વિગત મુજબ પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપર જગાણા એન્જીનીયરિંગ કોલેજ આગળ મંગળવારે સાંજના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. ટ્રકે સાગ્રોસણાના બાઇક સવાર યુવક ધવલને કચડી દેતા તેનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. આ ઘટના બનતાં લોકોનાં ટોળે ટોળાં ઉમટી પડ્‌યાં હતા.

    લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો કે આ જગ્યા અકસ્માતગ્રસ્ત છે. અહીંથી પસાર થતાં અનેક ભારે વાહનોના કારણે અવાર-નવાર માર્ગ અકસ્માત સર્જાય છે. કેટલાય લોકો આ જગ્યાએ મોતને ભેટ્યા છે. સાગ્રોસણના યુવકનું માર્ગ અકસ્માતમાં મોત નિપજતાં પરિવારજનો અને ગામમાં અરેરાટી સાથે શોકની કાલીમા છવાઇ હતી.

(9:52 pm IST)