Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

ગ્રામ્ય ઉદ્યોગ સાહસિક માટે મની બેક ક્રેડિટ કાર્ડ લોંચ થયુ

ગ્રામ્ય વિસ્તારોના ઉદ્યોગ સાહસિકોને સરળતા : એચડીએફસી બેંક અને સીએસસી દ્વારા નાના વેપારીઓ અને ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો માટે અનોખી પહેલ

અમદાવાદ, તા.૧૬ : એચડીએફસી બેંક અને ભારત સરકારના કોમન સર્વિસ સેન્ટર (સીએસસી) એસપીવી દ્વારા આજે કૉ- બ્રાન્ડેડ સ્મોલ બિઝનેસ મનીબેક ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ વિશિષ્ટ પ્રકારનું ક્રેડિટ કાર્ડ ખાસ કરીને સીએસસીના ગ્રામ્ય સ્તરના ઉદ્યોગસાહસિકો (વીએલઈ-વિલેજ લેવલ એન્ટરપ્રેન્યોર્સ) અને વીએલઈ-સોર્સ્ડ ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેનાથી વપરાશકર્તાઓ તેમના વ્યાપારના દૈનિક ખર્ચાઓ માટે ખૂબ જ સરળતાથી ધિરાણ મેળવી શકશે. એચડીએફસી બેંકના મેનેજિંગ ડિરેક્ટર શ્રી આદિત્ય પુરી અને સીએસસીના સીઇઓ શ્રી દિનેશકુમાર ત્યાગી દ્વારા આ કાર્ડ લોન્ચ કરવામાં આવ્યું હતું. સીએસસી દિવસની ઉજવણી કરવા માટે નવી દિલ્હીમાં આવેલ સિરી ફોર્ટ ઓડિટોરિયમ ખાતે સીએસસી એસપીવી દ્વારા વીએલઈ માટે આયોજિત કરવામાં આવેલ એક દિવસની વર્કશોપ દરમિયાન આ કાર્ડને લોન્ચ કરવામાં આવ્યું હતું. પર્સનલાઇઝ્ડ બનાવવામાં આવેલા કાર્ડ્સને કેટલીક મહિલા વીએલઈને સોંપવામાં આવ્યાં હતાં. એચડીએફસી બેંકએ પણ આ વર્કશોપમાં ભાગ લીધો હતો અને શ્રી પુરીએ અંદાજે ૨૦૦૦ મહિલા વીએલઈને સંબોધિત કર્યા હતા. એચડીએફસી બેંકના ગવર્મેન્ટ એન્ડ ઇન્સ્ટિટ્યૂશનલ બિઝનેસ એન્ડ ઈ-કૉમર્સના વડા સુશ્રી સ્મિતા ભગત પણ તેમાં હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, અમે આ પ્રસંગનો હિસ્સો બનીને અને મહિલા વીએલઈનું સશક્તિકરણ કરવામાં મદદરૂપ થઇને અત્યંત આનંદ અનુભવી રહ્યાં છીએ. આ કટિબદ્ધતાના ભાગરૂપે અમે સ્મોલ બિઝનેસ મનીબેક ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. ભારતના ગ્રામ્ય વિસ્તારને સમૃદ્ધ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને તમામ પ્રદેશોમાં સેવાઓ પૂરી પાડવાનો આ અમારો એક નમ્ર પ્રયાસ છે. તે શહેરી ભારતની જેમ જ ગ્રામીણ ભારતમાં પણ કસ્ટમાઇઝ કરેલા ઉત્પાદનો અને સેવાઓની સમાન શ્રેણી પૂરી પાડવાના વ્યાપક ઉદ્દેશ્યનો એક હિસ્સો છે. જુલાઈ ૨૦૧૮માં એચડીએફસી બેંક અને સીએસસીએ એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા, જેના દ્વારા સીએસસીમાં નોંધણી પામેલ વીએલઈને સુદૂરના વિસ્તારોમાં બેંકિંગ ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવામાં આવે છે. આ વ્યવસ્થા હેઠળ ઔપચારિક બેંકિંગ સેવાઓથી વંચિત ગ્રામ્ય ભારતના લાખો લોકોને બેંકિંગ સેવા ઉપલબ્ધ કરાવવાની કલ્પના કરાઈ છે.

(9:34 pm IST)