Gujarati News

Gujarati News

News of Wednesday, 17th July 2019

પાટણ પાલિકાના કમ્પાઉન્ડમાં ખોદકામ દરમિયાન ત્રણ ફૂટ નીચે ભોંયરું મળ્યું :લોકોમાં કુતુહલ ફેલાયું

નવું મકાન બનવાની કામગીરી વેળાએ ખોદકામ કરતા ભોંયરું મળતા શહેરમાં અચરજ

 

પાટણ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ખોદકામની કામગીરી ચાલુ હતી ત્યારે  જમીનથી ત્રણ ફુટ નીચે ભોંયરૂ મળી આવ્યુ હતુ. જેને લઇ શહેરમાં અચરજ ફેલાયુ છે. પાલિકામાં ખોદકામ દરમ્યાન ભોંયરૂ મળી આવ્યુ હોવાની વાત વાયુવેગે શહેરમાં ફેલાઇ જતા લોકોના ટોળેટોળા ઉમટી પડયા છે.

   પાટણ નગરપાલિકાનું નવિન મકાન બનાવવાનું હોવાથી ખોદકામનું કામકાજ ચાલી રહયુ છે. તે દરમ્યાન જેસીબી ઘ્વારા ર૦ ફુટનો ખાડો ખોદવાનો હતો. તે કામગીરી દરમિયાન જમીનથી ત્રણ ફુટ નીચે ભોંયરૂ મળી આવતા કૂતુહલ સર્જાયુ છે. ઘટનાની જાણ થતા લોકોના ટોળા પાલિકા કમ્પાઉન્ડમાં ઉમટી પડયા હતા.

 અત્રે ઉલ્લેખનિય છે કે, પાટણ એ પૌરાણિક નગરી છે. વારંવાર ખોદકામ દરમિયાન તેમાંથી જૂના અવશેષો મળી આવતા હોય છે.

(9:34 pm IST)