Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

નર્મદાના નીર આજથી કેનાલ દ્વારા મળી રહેશે

સરકારન ખેડૂતલક્ષી મહત્વનો નિર્ણય

        અમદાવાદ, તા. ૧૭ : નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં જ્યાં વરસાદ ઓછો થયો છે ત્યાં ખેડૂતોને વાવણીમાં મદદરુપ થવા માટે સરદાર સરોવર ડેમમાંથી નર્મદાની મુખ્ય કેનાલમાં આવતીકાલથી પાણી છોડવામાં આવશે અને જ્યાં વરસાદ નથી થયો ત્યાં આ પાણી મળતા ખેડૂતોને ઝડપથી પિયતની સુવિધા મળતી થઇ જશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ઉત્તર ગુજરાત સહિત અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને પિયતની સુવિધા માટે સત્વરે પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારે આ મહત્વનો નિર્ણય કર્યો છે. આ નર્મદાના નીર આવતીકાલથી જ કેનાર મારફત આપવાનું શરૂ કરાશે. એ જ રીતે સુજલામ સુફલામ કેનાલ દ્વારા પણ ખેડૂતોને પિયતની સુવિધા પુરી પાડવા માટે આવતીકાલથી જ સુજલામ સુફલામ કેનાલોમાં પણ પાણી છોડવાનો નિર્ણય કરાયો છે તેમ તેમણે ઉમેર્યું હતું.

(9:32 pm IST)