Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગુજરાતમાં મેઘમહેર જારી

છેલ્લા ૨૪ કલાકમાં ૧૧૫ તાલુકાઓમાં વરસાદ

        અમદાવાદ, તા. ૧૭ : ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ભારે વરસાદ જારી રહ્યો છે. રાજ્યના ૧૧૫ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે. ચાર ઇંચથી લઇને ૨૦ ઇંચ સુધીનો વરસાદ ૨૪ કલાકમાં નોંધાયો છે. મેઘમહેર નીચે મુજબ છે.

૨૧થી વધુ તાલુકામાં ૪થી ૧૧ ઇંચ વરસાદ ખાબકયો

   રાજ્યના જાફરાબાદ તાલુકામાં ૨૮૪ મિમી એટલે કે ૧૧ ઇંચ, સુત્રાપાડામાં ૨૪૫ મિમી એટલે કે ૧૦ ઇંચ જેટલો, ધરમપુરમાં ૨૨૫ મિમી એટલે કે ૯ ઇંચ, વલસાડમાં ૨૧૭ મિમી, વઘઇમાં ૨૦૦ મિમી, પારડીમાં ૧૯૮ મિમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં ૮ ઇંચ, ખેરગામમાં ૧૯૫ મિમી, રાજકોટમાં ૧૮૭ મિમી, રાજુલા અને તળાજામાં ૧૭૫ મિમી મળી કુલ ચાર તાલુકાઓમાં ૭ ઇંચ, મહુવામાં ૧૮૬ મિમી, વેરાવળમાં ૧૪૯ મિમી મળી મળી કુલ બે તાલુકામાં ૬ ઇંચ, ચોટીલામાં ૧૪૩ મિમી, કપરાડામાં ૧૩૪ મિમી અને મોરબીમાં ૧૨૮ મિમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં ૫ ઇંચ, કાલાવડમાં ૧૨૦ મિમી, ભરૂચમાં ૧૧૨ મિમી, વાંકાનેરમાં ૧૧૦ મિમી, તાલાલા અને વાપીમાં ૧૦૬ મિમી, બોટાદમાં ૧૦૨ મિમી મળી કુલ છ તાલુકાઓમાં ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

૧૫ તાલુકામાં ત્રણ ઇંચથી વધુ વરસાદ થયો

   વાંસદા તાલુકામાં ૯૭ મિમી, લોધીકા અને આણંદમાં ૯૬ મિમી, વાગરામાં ૯૩ મિમી પડધરીમાં ૯૧ મિમી, ખાંભામાં ૯૦ મિમી, વડીયામાં ૮૮ મિમી, માંગરોળમાં ૮૭ મિમી, શિહોરમાં ૮૪ મિમી, વીંછીયામાં ૮૩ મિમી, ચીખલીમાં ૮૨ મિમી, ગોંડલમાં ૮૦ મિમી, ઘોઘામાં ૭૯ મિમી, ભાવનગરમાં ૭૭ મિમી, ડોલવણમાં ૭૬ મિમી મળી કુલ ૧૫ તાલુકાઓમાં ૩ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો.

૨૭ તાલુકામાં બે ઇંચથી વધુ મેઘમહેર રહી

   જયારે દાંતામાં ૭૨ મિમી, કોટડા-સાંગાણીમાં ૭૦ મિમી, નવસારીમાં ૬૯ મિમી, ગઢડામાં ૬૮ મિમી, રાણપુરમાં ૬૭ મિમી, ચુડામાં ૬૫ મિમી, થાનગઢ અને ઉમરાળામાં ૬૪ મિમી, ટંકારા અને વીસાવદરમાં ૬૩ મિમી, વલ્લભીપુરમાં ૬૨ મિમી, ખેડામાં ૬૧ મિમી, જામકંડોરણામાં ૬૦ મિમી, માળીયા-મીયાણામાં ૫૯ મિમી, પાલીતાણા અને ઉમરપાડામાં ૫૮ મિમી, લાઠી અને જલાલપોરમાં ૫૭ મિમી, ધ્રોલ અને કુતિયાણામાં ૫૬ મિમી, નડિયાદ અને ગણદેવીમાં ૫૫ મિમી, મૂળી અને કરજણમાં ૫૪ મિમી, વડોદરામાં ૫૩ મિમી, કેશોદમાં ૫૨ મીમી, ખંભાતમાં ૫૧ મિમી, હાલોલમાં ૫૦ મીમી મળી કુલ ૨૭ તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય ૫૧ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

(8:33 pm IST)