Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પૂરની સ્થિતિ વચ્ચે આફતગ્રસ્ત વિસ્તારોમાં જવા કેબિનેટ મંત્રીઓને રૂપાણીનો આદેશ

અમદાવાદ :ગુજરાતમાં ભારે વરસાદના પગલે રાજ્યના વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને આફતના સમયે ઊર્જા, મહેસૂલ, શહેરી વિકાસ, હોમ, આરોગ્ય, માર્ગ-મકાન અને પંચાયત વિભાગના અધિકારીઓને રાહત કાર્યમાં જોડી દેવામાં આવ્યા છે. રાજ્યના મંત્રીમંડળના સભ્યોને પણ આફતગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ આદેશ કર્યા છે.

(8:11 pm IST)