Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મહેસાણામાં મનપાએ ઢોર પકડવા માટે 9.16 લાખની ચુકવણી કરી

મહેસાણા: નગરપાલિકા દ્વારા રખડતા ઢોર ડબ્બે પુરવા માટે એક વર્ષ પહેલા ટેન્ડર બહાર પાડયું હતું. જેમાં ૯ લાખ જેટલી રકમની ચુકવણી કરાઈ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે કોન્ટ્રાક્ટરને માત્ર ૬ લાખ જેટલા જ ચુકવાયા હોવાથી ૩ લાખની રકમ કોને ચુકવાઈ તેનો વિવાદ થયો છે. આ બાબતે આરટીઆઈ થઈ છે પણ જવાબ મળતો નથી.
મહેસાણા પાલિકામાં રખડતા ઢોરના ત્રાસના લીધે દરરોજ થતા અકસ્માતો નિવારવા માટે ઢોર ડબ્બે પુરવા કોન્ટ્રાક્ટ અપાયો હતો. જેમાં પાલિકાએ ૯.૧૬ લાખની ચુકવણી કરાઈ હતી.
૨૦૧૬-૧૭માં પાલિકાએ કોન્ટ્રાક્ટરને ૨.૪૩ લાખ જ્યારે ૧૭-૧૮માં ૬.૭૩ લાખની ચુકવણી કરાઈ હતી. આમ કુલ ૯.૧૬ની રકમ કોન્ટ્રાક્ટરને અપાઈ હતી. જ્યારે કોન્ટ્રાક્ટરને માત્ર ૬ લાખ જેવી રકમ જ મળી છે. બાકીના ૩ લાખ મળ્યા નથી તેવા આક્ષેપ સાથે તેણે આરટીઆઈ કરી છે. પણ બે માસ થવા છતાં પાલિકા આ આરટીઆઈનો જવાબ આપતી નથી. આમ ૩ લાખના વધારાના ચુકવાઈ ગયા છતાં કોઈ જવાબો મળતા નથી.

(6:21 pm IST)