Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મહેસાણામાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાથી એસ.પી.ને આજીજી કરાઈ

મહેસાણા: શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. શહેરની વસતી જેમ વધતી જાય છે તેમ વાહનોની સંખ્યા પણ જબ્બર વધારો થયો છે. આ સમસ્યા હલ કરવા માટે નગરપાલિકાના પ્રમુખે લેખિત રજૂઆત જિલ્લા પોલીસવડાને કરી છે. જેમાં શહેરના મુખ્ય આઠ પોઈન્ટ ઉપર જે વધુ ધ્યાન દેવાય તો ટ્રાફીક સમસ્યા નીચે થઈ જાય તેવી વાત કરી છે.
પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ આજીજી સ્વરૃપ કરેલી રજૂઆત મુજબ તોરણવાળી માતાના ચોક, સ્ટેશન રોડ ઉપર સાંજે આડેધડ પાર્કીંગના લીધે ટ્રાફીક સમસ્યા થાય છે, તોરણવાળી માતાથી રંજનના ઢાળમાં ઉપરા ઉપરી વાહનોની આડેધડ અવર-જવરથી ટ્રાફીક સમસ્યા, ખંડેરાવ માર્કેટ રોડ, લાયબ્રેરીના ખુણાવાળી જગ્યામાં આડેધડ પાર્કિંગ, કોપીનાળાથી રાધનપુર ચોકડીની આસપાસ તથા ચાણસ્મા બસસ્ટેન્ડથી જકાતનાકા સુધી રોડ ઉપર અનેક ખાનગી દવાખાનાઓ પાસે થતું આડેધડ પાર્કિંગ, મોઢેરા રોડ ચોકડી ઉપર વેપારીઓ દ્વારા કરાતા દબૂાણથી ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યા, રાધનપુર ચોકડીથી ક્રિષ્ણા કોમ્પ્લેક્ષ આગળ તથા ગોપીનાળા જવાના રસ્તે મોઢેરા ચોકડીથી નુગર તરફ જવાના રસ્તે ખાનગી વાહન ચાલકો દ્વારા કરાતું ગેરકાયદે પાર્કિંગ, મોઢેરા ચોકડી, સિમંધર પાસે પણ ટ્રાફીકની સમસ્યા. આ તમામ ગેરકાયદે પાર્કીંગ પોલીસ દ્વારા હલ થાય તેમ છે. જો ટ્રાફીક પોલીસ કડક બને તો તમામ સમસ્યા હલ થઈ જાય તેમ છે.

(6:21 pm IST)