Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વિદ્યાનગરના જોળમાં પોલીસે બાતમીના આધારે ધમધમતા જુગારધામ પર દરોડા પાડી 11 શખ્સોની અટકાયત કરી

આણંદ:જિલ્લાના વિદ્યાનગર તાબે જોળ ગામે મસમોટું જુગારધામ જાહેરમાં ચાલી રહ્યું હોવાની બાતમી પોલીસને મળતા ગઈ કાલે મોડી રાત્રીના સુમારે દરોડો પાડવામાં આવ્યો હતો.
આ દરોડા દરમ્યાન પોલીસના હાથે ૧૧ ઈસમો ઝડપાયા હતા.જ્યારે બીજા ઈસમો પોલીસને ચકમો આપી સ્થળ પરથી ફરાર થયા હોવાની વાતે નગરજનોમાં જોર પકડયું હતું. આ ઘટનામાં ૧૧ ઈસમો સામે જુગારધારા અન્વયે ગુનો નોંધી તેમની પાસેથી ૮૯,૭૪૦/-નો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો. જ્યારે આ ઈસમોને જામીન પર પોલીસ મથકેથી મુક્ત કરાયા હતા.
આ ઘટનામાં વિદ્યાનગર પોલીસના જણાવ્યા મુજબ ગઈ કાલે મોડી સાંજે પોલીસને ગુપ્ત બાતમી મળી હતી.જેમાં જોળ ગામની સીમમાં જાહેરમાં જુગારધામ ધમધમી રહ્યુ ંહતું. જેથી પોલીસે મોડી રાતના સુમારે આ સ્થળે નાટયાત્મક દરોડો પાડયો હતો. આ દરોડા દરમ્યાન પોલીસના હાથે ૧૧ ઈસમો જુગાર રમતા રંગેહાથ ઝડપાયા હતા. આ ઈસમોમાં વસીમ ઈદ્રીશખાન પઠાણ, બ્રિજેશ ભટ્ટ, મિલન સુમનભાઈ પટેલ, રાજુકમાર ડોડાણી, સતીષ નવલભાઈ પટેલ, મહેશ રમેશભાઈ પરમાર, નિરવ દેવકરભાઈ પટેલ, સચીન જગદીશભાઈ ભટ્ટ, મફત પુનમભાઈ પરમાર, વિજય સતબીરસિંહ યાદવને રંગેહાથ ઝડપી લીધા હતા. આ તમામ ઈસમોની અંગઝડતી અને દાવ પરથી મળી પોલીસે કુલ ૮૯,૭૪૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ તમામ ઈસમો સામે વિદ્યાનગર પોલીસ મથકે જુગારધારા અન્વયે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

(6:20 pm IST)