Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પલસાણાના વણેસામા કારમાંથી અઢી વર્ષના બાળકને કોથળામાં પુરી નદીમાં ફેંકી દેતા અરેરાટી

પલસાણા: તાલુકાના વણેસા ગામનો ખેડૂત સવારે પોતાની કારમાં અઢી વર્ષના પુત્રને બેસાડી મંદિરે દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં બે નંબર વિનાની રીક્ષામાં આવેલા ૭ શખ્સોએ કાર આંતરી ચપ્પુ અને પિસ્તોલ બતાવી પિતાની નજર સામે અઢી વર્ષના પુત્રને કારમાંથી ઉંચકી કોથળામાં ભરી રીક્ષામાં લઈ ભાગી ગયા હતા. પિતાએ રીક્ષાનો પીછો કરતા રીક્ષામાં બાળક લઈને બેઠેલા શખ્સોએ બાળકને બારડોલી ખાતે મીંઢોળા નદીના પુલ પરથી નદીના પાણીમાં ફેંકી દઈ ભાગી ગયા હતા.

વણેસા ગામે લુહાર ફળિયામાં નિશીત રાજેશભાઈ પટેલ પત્ની બેનાબેન અને બે પુત્ર સાથે રહે છે અને ખેતી કરે છે. નિશીત પટેલના માતા-પિતા અને બહેન અમેરિકા ખાતે સ્થાયી થયેલા છે.

નિશીત પટેલનો મોટો પુત્ર નવસારી ખાતે હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે. નાનો અઢી વર્ષનો પુત્ર નીવને ગામના બાલ મંદિરમાં ૧૦ દિવસથી દાખલ કરેલો છે.

(6:18 pm IST)