Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સોજીત્રા પોલીસે ભડકદમાં જુગાર રમતા 6 શખ્સોને 4 હજારની મતા સાથે દબોચ્યા

સોજીત્રા: પોલીસે આજે બપોરના સુમારે ભડકદ ગામની ઈન્દિરાનગરીમાં છાપો મારીને છ શખ્સોને પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં ઝડપી પાડીને રોકડા ૪ હજાર જપ્ત કરીને જુગાર ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર સોજીત્રા પોલીસને હકિકત મળી હતી કે, ભડકદ ગામની ઈન્દિરા કોલોનીમાં કેટલાક શખ્સો એકત્ર થઈને ખુલ્લામાં જુગાર રમી રહ્યા છે જેથી પોલીસે છાપો મારીન ેકોર્ડન કરી છ શખ્સોને ઝડપી પાડ્યા હતા તેઓની પાસેથી રોકડા ચાર હજાર તથા પત્તા પાના મળી આવતાં જપ્ત કર્યા હતા. પકડાયેલા શખ્સોમાં નટવરસિંહ ધીરૂભાઈ ચાવડા (ભડકદ), લાલજીભાઈ ભુપતભાઈ પરમાર (ડાલી), સલીમશા પીરાશા દિવાન (ભડકદ), ગુલાબશા ભીખાશા દિવાન (ભડકદ), સમીરશા કાસમશા દિવાન (ભડકદ)તથા વિષ્ણુભાઈ ઉર્ફે ભાણો લ-મણભાઈ સોલંકી (ભડકદ)હોવાનું ખુલવા પામ્યું હતુ. 

(6:18 pm IST)