Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ઉમરેઠથી બે રીઢા મોબાઈલ ચોરની ધરપકડ કરી ગુનો દાખલ

ઉમરેઠ:ના રેલવે સ્ટેશન ઉપરથી ચાર મોબાઈલ સાથે ઝડપાયેલા બન્ને શખ્સો પૈકી એક રીઢા મોબાઈલ ચોર હોવાનું ખુલવા પામ્યું હતુ. જે અંગે આણંદ રેલવે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરી છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ઉમરેઠના રેલવે સ્ટેશન પરથી પોલીસે ગોધરાના શાહરૂખ દિવાનને ચાર મોબાઈલ સાથે ઝડપી પાડ્યા હતા. પુછપરછ કરતાં કોઈ સંતોષકારક જવાબ ના આપતાં આણંદ રેલવે પોલીસ મથકે લાવીને બન્નેની પુછપરછ કરવામા ંઆવતાં એક રીઢા મોબાઈલ ચોર હોવાનું ખુલવા પામ્યું હતુ. જ્યારે એક સગીર હોવાનું બહાર આવ્યું હતુ. ચાર પૈકી એક મોબાઈલ ફોન તેઓએ ગોધરા-આણંદ ડેમુ ટ્રેનમાં મુસાફરી કરતા પેટલાદના એક વેપારીનો તેઓ ભર ઉંઘમાં હોય ત્યારે ખીસ્સામાંથી કાઢી લઈને ચોરી કરી લીઘો હતો. જે અંગે પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ઘરી છે. 

રેલવે પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલો શખ્સ રેલવે ટ્રેનોમાં વહેલી સવારના સુમારે મીઠી નીંદર માણતા મુસાફરોના મોબાઈલ ફોનો તથા કિંમતી સામાનની ચોરી કરીને ફરાર થઈ જતાં હતા. મળી આવેલા ત્રણ મોબાઈલ અંગેની હજી સુધી કોઈ માહિતી મળી નથી તેની તપાસ હાથ ઘરવામાં આવી છે જે દરમ્યાન બીજી કેટલીક ચોરીઓ પરથી પર્દાફાશ થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે.

(6:17 pm IST)