Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસે દ્વારા ટીએ એસોસિએટસને લઘુમતી હિસ્સો ઓફર

અમદવાદઃ પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસીસ (પ્રુડન્ટ) એક મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય વેલ્થ પ્રોડકટસના અગ્રણી વિતરક દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે તેમણે ગ્લોબલ ગ્રોથ પ્રાઈવેટ ઈકિવટી કંપની ટીએ એસોસિએટસને લઘુમતી હિસ્સો ઓફર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ સોદાની નાણાકિય શરતો જાહેર કરવામાં આવી નથી.

વર્ષ ૨૦૦૧માં સ્થપાયેલી પ્રુડન્ટ મ્યુચ્યુઅલ ફંડઝ, બોન્ડઝ, બ્રોકીંગ અને ઈન્સ્યોરન્સ પ્રોડકટસ થકી વ્યકિતગત અને કોર્પોરેટ પ્લાનીંગ સર્વિસીસ પૂરી પાડે છે. પ્રુડન્ટ એમના ૧૦ હજારથી વધુ સ્વતંત્ર ફાયનાન્સિયલ એડવાઈઝર્સ (આઈએફએએસ)ના નેટવર્ક થકી કાર્યરત છે અને તેઓ રૂ.૧૮,૦૦૦ કરોડથી વધુ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ધરાવે છે. પુડન્ટ પાર્ટનર્સને તાલીમ, ડેવલપમેન્ટ સર્વિસીસ, કલાયન્ટસ બેઝ વધારવા અને મેનેજ કરવા માટે ટેકનોલોજી પ્લેટફોર્મ, બેંક ઓફિસ સર્વિસ અને સેલ્સ તથા માર્કેટીંગ સપોર્ટ પૂરો પાડે છે. કંપની ગુજરાતમાં અમદાવાદ ખાતે હેડકવાર્ટર ધરાવે છે અને ભારતનાં ૧૯ રાજયોમાં ૭૦ શાખાઓનું સંચાલન કરે છે. તેમ ટીએ એસોસિએટસ એડવાઈઝરી પ્રાઈવેટ સર્વિસીસ લિમિટેડના સિનિયર વાઈસ પ્રેસીડેન્ટ આદિત્ય શર્માએ યાદીમાં જણાવ્યું છે.

(4:19 pm IST)