Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

પુરમાં બચાવ માટે ગુજરાત સરકાર નવી આધુનિક ૧પ૦ બોટ ખરીદશે

રાજકોટ, તા., ૧૭: ગુજરાત સરકારે ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના માધ્યમથી નવી ૧પ૦ ફલડ બોટ ખરીદવાનો નિર્ણય કર્યો છે. તેની ટેન્ડર પ્રક્રિયા પુર્ણતાના આરે છે. કંપનીને વિધિવત ઓર્ડર અપાયા પછી ટુંક સમયમાં જ બોટ મળી જશે.

રાજયમાં ભારે વરસાદ અને પુરની પરિસ્થિતિ વખતે લોકોના જાન-માલના બચાવ માટે સરકાર હસ્તકની સાધન-સામગ્રીમાં અત્યાધુનિક બોટનો ઉમેરો કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. અંદાજીત રૂ.૩૨ કરોડના ખર્ચે નવી ૧૫૦ બોટ ખરીદી રાજયના વિવિધ વિભાગોમાં ફાળવવામાં આવશે. (૪.૧૪)

(4:17 pm IST)