Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કુદરતી આપતિથી અસરગ્રસ્ત લોકોની માઠી,સરકારી આયોજન માત્ર કાગળ પર જ

સરકારનો કાન આમળતા પરેશ ધાનાણીઃ લોકોના જીવ બચાવે એને ઇનામ આપો

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૭ : વિધાનસભા ખાતે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, રાજયમાં છેલ્લા ૪ દિવસથી વરસાદ પડી રહ્યો છે. આ વરસાદના કારણે ખેડૂતોમાં સારી વાવણી થશે તેવો અહેસાસ જોવા મળી રહ્યો છે.

રાજયમાં ખેડૂતોએ અને પ્રજાજનોએ કેટલાય વિસ્તારમાં કુદરતી આપતીનો સામનો કરવો પડે છે. સરકાર દ્વારા કાગળ ઉપર આયોજન કરવામાં આવે છે, પરંતુ આભ ફાટે ત્યારે કોઇનુંય કશું ચાલતું નથી, આવી પરિસ્થિતિમાં સરકારે સારા તરવૈયાઓ કે અન્ય સારી સુવિધા ઉભી કરી લોકોના જીવ બચાવવા સારી મહેનત કરનારને યોગ્ય પુરસ્કાર આપવો જોઇએ. સરકારના ચોપડે આ વખતના વરસાદથી ર૯ લોકોના મૃત્યુ થયા છે અને ૧ર૪ પશુધનના મૃત્યુ થયા છે.

કેટલીક જગ્યાએ પૂરતી સુવિધા આપવામાં આવી નથી તેવી ફરીયાદો મારા પક્ષના ધારાસભ્યોએ મારા કાર્યલયને કરી છે. ખાસ કરીને ગીર-સોમનાથ કલેકટરને મે જાતે જાણ કરી છે અને આ પરિસ્થિતિને પહોંચી વળવા તેમને કામે લગાડવા મે તાકીદ કરી છે. (૮.રર)

(4:03 pm IST)