Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

વલસાડ-ધરમપુરમાં મેઘરાજા કોપાયમાનઃ ૯ ઇંચ ખાબકયો

ગુજરાત રાજયમાં ર૦૬ તાલુકાઓમાં નોંધાયેલ છેલ્લા ર૪ કલાકનો વરસાદ :દક્ષિણ ગુજરાતમાં ૧ થી ૯, પુર્વ અને મધ્ય ગુજરાતમાં ૧ થી ૪ તો ઉતર ગુજરાતમાં ૧ થી ૩ ઇંચ વરસાદ પડયોઃ ગુજરાતમાં સીઝનનો ૪૧ ટકા વરસાદ નોંધાયોઃ મધુબન ડેમના ૯ દરવાજા ખોલી ૧ લાખ ૧૩ હજાર કયુસેક પાણી છોડાયું: કાંઠા વિસ્તારોને એલર્ટ કરાયાઃ ઉકાઇ ડેમની જળસપાટી ર૯૪.૩૪ ફુટે પહોંચી

 વાપી, તા., ૧૭: રાજયભરમાં મેઘરાજા સતત સટાસટી બોલાવતા છેલ્લા ર૪ કલાકમાં રાજયના ૩ર જીલ્લાના ર૦૬ તાલુકાઓમાં ૧ થી લઇ ર૦ ઇંચ સુધીનો અતિભારે વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળ બંબાકાર સ્થિતિ સર્જાેયેલ છે.

હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા અનરાધાર તુટી પડયા છે. અતિભારે વરસાદને પગલે અનેક વિસ્તારોના નિચાણવાળા ભાગોમાં પાણી ફરી વળ્યા છે.

ભારેથી અતિભારે વરસાદને પગલે સંઘપ્રદેશના દમણ અને સેલવાસ સહીત દ.ગુજરાતની મોટા ભાગની લોકમાતાઓ રમણે ચઢી છે. એટલુ જ નહી નવા પાણીની આવકને પગલે જળાશયોની જળસપાટીઓ પણ સતત વધી રહી છે.

ગુજરાતના છેવાડાના દમણગંગા નદીના મધુબન ડેમની જળસપાટી પણ સતત વધી રહી છે. આજે સવારે ૮ કલાકે આ જળસપાટી ૭૧.૭૦ મીટરે પહોંચી છે. સ્થિતિને જોતા વહીવટી તંત્રે ડેમના ૯ દરવાજા ૩.૮૦ મીટર ખોલવાની ફરજ પડી છે. ડડેમમમાં ૬૦,ર૮૩ કયુસેક પાણીના ઇનફલો સામે ૧૧૩,૧પ૪ કયુસેક પાણી છોડાઇ રહયું છે એને પગલે નિચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

જયારે દ.ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળસપાટી આજ સવારે ૮ કલાકે ર૯૪.૩૯ ફુટે પહોંચી છે. જયારે કોઝવેની જળસપાટી ૬.૬પ મીટરે પહોંચી છે જેથી તં્ત્રએ  કોઝવે હજુ પણ બંધ રાખવાની ફરજ પડી છે.

આજ સવારના ૮ વાગ્યા સુધીના મળતા આંકડા અનુસાર રાજયમાં સીઝનનો અત્યાર સુધીમાં ૪૧ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. રાજયના અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ હોવા છતા હજુ પણ રાજયમાં બે તાલુકા એવા છે જયાં આ વર્ષે વરસાદનું એક ટીપુ પણ નથી પડયું.

ફલડ કંટ્રોલ પાસેથી મળતી માહીતી અનુસાર છેલ્લા ર૪ કલાકમાં રાજયના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલા વરસાદના મુખ્યત્વે આંકડા સૌ પ્રથમ દ.ગુજરાત પંથકમાં ભરૂચ જીલ્લાના તાલુકાઓમાં આમોદ રપ મી.મી. અંકલેશ્વર ૪૬ મી.મી. ભરૂચ ૧૦ર મી.મી. જંબુસર ર૭ મી.મી. ઝઘડીયા ૪પ મી.મી. નેત્રંગ રપ મી.મી. વાલીયા ૪૪ મી.મી. અને વાછરા ૯૩ મી.મી. વરસાદ નોંધાયેલ છ.

નર્મદા જીલ્લાના તાલુકાઓમાં ડેડીયાપાડા ૧૪ મી.મી. નાંદોદ અને સાગલારા ર૧.૧૧ મી.મી. તો તાપી જીલ્લાના તાલુકાઓમાં વાલોળ ર૦ મી.મી., વ્યારા ૧ર મી.મી. અને ડોલવણ ૭૬ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે સુરત જીલ્લાના તાલુકાઓમાં બારડોલી ર૯ મી.મી. ચોર્યાસી ૩૬ મી.મી., મહુવા ર૯ મી.મી. માંગરોળ ૬૭ મી.મી. ઓલપાડ રપ મી.મી. પલસાણા ર૧ મી.મી. સુરત સીટી ૩૧ મી.મી. અને ઉમરપાડા પ૮ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

નવસારી જીલ્લાના તાલુકાઓમાં ચીખલી ૮ર મી.મી.  ગણદેવી પપ મી.મી. જલાલપોર પ૭ મી.મી. ખેરગામ ૧૯પ મી.મી. નવસારી ૬૯ મી.મી. અને વાંસદા ૯૭ મી.મી. તો ડાંગ જીલ્લાના તાલુકાઓમાં આહવા ૪૭ મી.મી. સુબીર ૩૯ મી.મી. અને વધઇ ર૦૦ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

જયારે વલસાડ જીલ્લાના તાલુકાઓમાં ધરમપુર રરપ મી.મી. કપરાડા ૧૩૪ મી.મી. પારડી ૧૯૮ મી.મી. વલસાડ ર૧૭ મી.મી. અને વાપી ૧૦૬ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

પુર્વ અને મધ્ય ગુજરાત વિસ્તારમાં અહી અમદાવાદ જીલ્લાના તાલુકાઓમાં ધંધુકા ૪૪ મી.મી. ધોળકા ૧૪ મી.મી. તો ખેડા જીલ્લાના તાલુકાઓમાં ખેડા ૬૧ મી.મી. મહેમદાબાદ ૧૮ મી.મી. માતર રર મી.મી. નડીયાદ પપ મી.મી. અને બાસ્સો ર૪ મી.મી. ભારે વરસાદ નોંધાયેલ છે.

આણંદ જીલ્લાના તાલુકાઓમાં આણંદ ૯૬ મી.મી. આંકલાવ ૩૯ મી.મી. બોરસદ ૪૯ મી.મી. ખંભાત પ૧ મી.મી. પેટલાદ ૩૦ મી.મી. સોજીત્રા ૩૬ મી.મી. તારાપુર ૧૮ મી.મી. અને ઉમરેક ૩૭ મી.મી. તો વડોદરા જીલ્લાના તાલુકાઓમાં કરજણ પ૪ મી.મી. પાદરા ૩૬ મી.મી. સાવલી ર૦ મી.મી. સિનોર ૧૬ મી.મી. વડોદરા પ૩ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

છોટા ઉદેપુર જીલ્લાના તાલુકાઓમાં બાડેલી ૩૩ મી.મી. છોટા ઉદેપુર ર૩ મી.મી. નસવાડી ૩૮ મી.મી. અને પંચમહાલ જીલ્લાના તાલુકાઓમાં હાલોલ પ૦ મી.મી.  અને સહેરા ૧પ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

જયારે મહીસાગર જીલ્લાના તાલુકાઓમાં બાલાસિનોર ર૯ મી.મી. અને દાહોદ જીલ્લાના તાલુકાઓમાં લીમખેડા અને સાંજલી ૮- ૮ મી.મી. વરસાદ નોંધાયેલ છે.

ઉ.ગુજરાત વિસ્તારમાં અહીયાના પ૧ તાલુકાઓ પૈકી ર૪, તાલુકાઓમાં ઝરમર થી ૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.  તો કચ્છમાં ત્રણ તાલુકામાં ઝાપટાથી ૧૦ મી.મી. સુધીનો વરસાદ નોંધાયેલ છે.

આ લખાઇ રહયું છે સવારે ૧૦ કલાકે સંઘ પ્રદેશના દમણ અને સેલવાસ સહિત દ.ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘાવી માહોલ વચ્ચે હળવો વરસાદ ચાલુ છે. કેટલાક વિસ્તારોમાં મેઘરાજા તુટી પડવા આતુર બન્યા છે.

(3:47 pm IST)