Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

નમામી દેવી નર્મદે...સપાટી ૧૧૧.૧૧ મીટરે પહોંચીઃ વીજ ઉત્પાદન ફરી શરૂ

છેલ્લા પાંચ દિ'માં ૫ ફુટ જેટલા નીર વધ્યા : દર સેકન્ડે ડેમમાં ૧૮ હજાર ઘનફુટ પાણીનો વધારો

રાજકોટ, તા. ૧૭ :. નર્મદા યોજના આધારિત કેવડિયા કોલોની ખાતેના નર્મદા ડેમની જળ સપાટીમાં એકધારો વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે આવક ચાલુ છે. આજે સવારે ૮ વાગ્યાની સ્થિતિ મુજબ સપાટી ૧૧૧.૧૧ મીટરે પહોંચી છે. ૧૨ જુલાઈએ સપાટી ૧૦૯.૭૫ મીટરે હતી. હાલ દર સેકન્ડે ૧૮ હજાર ઘનફુટ પાણીની આવક થઈ રહી છે. પર્યાપ્ત સપાટી સુધી પાણી આવી જતા ગઈકાલથી પાવર હાઉસ દ્વારા જળ વિદ્યુત ઉત્પાદન શરૂ કરવામાં આવ્યુ છે. ગયા ફેબ્રુઆરીથી પૂરતા પાણીના અભાવે જળ વિદ્યુત ઉત્પાદન ઠપ્પ હતુ.

(3:41 pm IST)