Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

કોંગ્રેસના પાટીદાર નેતા ધીરુભાઈ ગજેરા પંજાનો હાથ છોડશે : કેસરિયો ધારણ કરે તેવી અટકળો

સુરત :ભાજપના પૂર્વ ધારાસભ્ય અને વિધાનસભા 2017ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડેલા પાટીદાર નેતા ધીરુભાઈ  ગજેરા પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. ધીરુભાઈ ગજેરાએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી ભાજપ વિરોધી તમામ પોલિટિકલ પોસ્ટને હટાવી દીધી છે. તેથી ભાજપમાં જવાની સંભાવના પ્રબળ બની રહી છે. 2017મા તેઓ કોંગ્રેસની ટિકિટ પરથી વરાછા બેઠક પરથી ચૂંટણી લડ્યાં હતાં.

(2:28 pm IST)