Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

રાજ્યની ઈ-ગ્રામ પંચાયતો પણ ડ્રાઇવિંગ લાયસન્સ માટેની કાર્યવાહી કરી શકશે

અમદાવાદ :ગુજરાતની ઈ-ગ્રામ પંચાયતો પણ હવે લાયસન્સ માટેની સેવાઓ પૂરી પાડશે. સરકારે નવી સુવિધા ઊભી કરી છે. આ સુવિધા ઈ-ગ્રામ પંચાયતો દ્વારા સિટીઝન સેન્ટ્રીક સર્વિસ અંતર્ગત આપવામાં આવશે. રાજ્યમાં 2008થી ઈ-ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે જે અનુસાર 14,006 ગ્રામ પંચાયતોમાં કમ્પ્યૂટર અને તેની સામગ્રી આપવામાં આવેલી છે.

(1:39 pm IST)