Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ગુજરાતમાં અશાંત ધારાનું ઉલ્લંઘન થઇ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો: કાયદાનો અસરકારક અમલ કરવા મુખ્યમંત્રીનો અનુરોધ :રેવન્યુ વિભાગે સૂચવેલા સુધારા માન્ય રાખ્યા

ગાંધીનગર: રાજ્યના સંવેદનશીલ વિસ્તારોમાં કોમી એકતા જળવાઈ રહે તે માટે 1991 ની સલમા અશાંત ધારો લાગુ પાડવામાં આવ્યો હતો. અશાંત ધારા હેઠળ આવરી લેવાયેલા વિસ્તારોમાં કોઇપણ પ્રકારની મિલકતોના વેચાણ, ટ્રાન્સફર, હસ્તાંતરણ વગેરે કલેક્ટરની પૂર્વ મંજૂરી વગર કરી શકાય નહીં. આની પાછળનો ઉદ્દેશ કોઇ એક વિસ્તારમાં વસી રહેલા લોકોને અન્ય કોમના લોકો દ્વારા લોભ, લાલચ, દબાણ કે ધાકધમકીથી પડાવી લેવામાં ન આવે. અથવા તો આવી સ્થિતિમાં અસરગ્રસ્તને કાયદાથી રક્ષણ આપવાનો મુળભૂત હેતુ હતો.સીએમ રૂપાણીએ સ્ટેટ રેવન્યૂ ડિપાર્ટમેન્ટને કહ્યું કે કાયદાને અસરકારક રીતે લાગુ કરવામાં આવે. ત્યારે રેવન્યૂ ડિપાર્ટમેન્ટે કાયદામાં કેટલાક સુધારા સૂચવ્યા છે

 જે અંતર્ગત અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઈ હોય અથવા તો કલેક્ટરને તે અંગે શંકા ઉપજી હોય તો તેઓ પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે. ધારા અંતર્ગત અમદાવાદ, વડોદરા, સુરત, ગોધરા સહિતના રાજ્યના કેટલાક વિસ્તારોને ડિસ્ટર્બ્ડ એરિયા તરીકે સૂચિત કરવામાં આવ્યા છે. આ સુધારાઓ માન્ય રખાયા છે.

(12:40 pm IST)