Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

ધરમપુરમાં 9 ઈંચ, વલસાડ અને પારડીમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો : સર્વત્ર જળબંબોળ

વાપીમાં ચાર ઇંચ અને કપરાડામાં પાંચ ઇંચ વરસાદ

વલસાડમાં ગત રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે કેટલીક શાળાઓમાં રજા જાહેર કરાઇ છે. ઔરંગા નદીમાં પુર અને બીજી તરફ ભારે વરસાદને કારણે વલસાડના નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર બન્યા છે.

 છેલ્લા ર૪ કલાકમાં ધરમપુરમાં નવ ઇંચ તો વલસાડમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે. તો પારડીમાં પણ આઠ ઇંચ વરસાદ પડ્યો છે. વાપીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે કે કપરાડામાં પાંચ ઇંચ વરસાદ પડ્યો

(12:04 pm IST)