Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

મધુબન ડેમના તમામ નવ દરવાજા 4 મીટર ખોલાયા :દમણ ગંગા નદી પણ બે કાંઠે

વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં નવા નીરની આવક થઇ રહી છે ડેમમાં 1 લાખ 65 હજાર 592 ક્યુસેસ પાણીની આવક થઇ છે. ડેમના તમામ નવ  દરવાજા 4 મીટર ખોલવામાં આવ્યા હતા. ડેમમાંથી 1 લાખ 50 હજાર 435 ક્યુસેસ પાણી દમણ ગંગા નદીમાં છોડતા વાપીથી પસાર થતી દમણ ગંગા નદી પણ બે કાંઠે વહેતી થઇ હતી. દમણ ગંગા નદીના કિનારે આવેલા ગામના લોકોને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક રહેવા આદેશ કરાયો છે.

(10:31 pm IST)