Gujarati News

Gujarati News

News of Tuesday, 17th July 2018

સુરતમાં રીક્ષામાં આવેલા ૩ અપહરણકારોએ બાળકનું અપહરણ કર્યુઃ પિતાએ પીછો કર્યો પરંતુ અપહરણકારો નાસી છૂટ્યાઃ બાળકને બારડોલી-મીંઢોળા નદીમાં ફેંકીને ફરાર

સુરતઃ સુરતના લસાણઆના વણેશા ગામનો બાળક પોતાના પિતા સાથે ઘર નજીક આવેલા મંદિરે ગયો હતો. આ સમયે રિક્ષામાં આવેલા ત્રણ અપહરણકારોએ બાળકનું અપહણ કરીને ત્યાંથી  ફરાર થઇ ગયા હતા. જોકે, બાળકના પિતાએ અપહરણકારોનો પીછો કર્યો હતો. પરંતુ અપહરણકારો ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

આજે સોમવારે સવારના સમયે વણશા ગામના બાળક પિતા સાથે મંદિરે ગયો હતો ત્યારે રિક્ષામાં આવેલા અપહરણકારો મંદિરે આવી પહોંચ્યા હતા. મંદિર પાસે આવીને અપહરણકારોએ બંદૂક અને પિસ્તોલ બતાવીને બાળકને રિક્ષામાં બેસાડીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બાળકનું અપહરણ થતાં જ પિતાએ અપહરણકારોનો પીછો કર્યો હતો. જોકે, તેમને પકડવામાં પિતા નિષ્ફળ રહ્યા હતા.

પિતા પાસેથી બાળકનું અપહરણ કર્યાબાદ રિક્ષા લઇને સ્થળ ઉપરથી ચાલ્યા ગયા હતા. જોકે, પિતાએ તેમનો પીછો કર્યો હતો. ત્યારબાદ અપહરણકારોએ બાળકને બારડોલી મિઢોળા નદીમાં ફેંકી ફાર થઇ ગયા હતા. જેના પગલે બારડોલી ફાયર તેમજ બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે અપહરણકારોની ઓળખ માટે તજવીજ હાથધરી છે.

(5:51 pm IST)