Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સિદ્ધપુરમાં ધોળા દિવસ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી છરીની અણીએ સોનાના દાગીના અને હીરાના પાર્સલની લૂંટ

જિલ્લા પોલીસ વડા સહિત ઘટના સ્થળે પહોંચ્યા :છરી બતાવી પાર્સલ લૂંટીને ચારેક લૂંટારુઓ ફરાર :

સિદ્ધપુરમાં ધોળા દિવસ હાઇવે પર આંગડીયા પેઢીનો કર્મચારી છરીની અણીએ લૂંટાયો હોવાની ઘટનાથી જિલ્લા પોલીસ વડા સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા. સ્થાનિક આંગડીયા પેઢીનો કર્મચારી દેથળી ચારરસ્તા પાસે સોનાના દાગીના અને હીરાનું પાર્સલ લઇ પેઢી તરફ જઇ રહ્યો હતો તે દરમ્યાન કારમાં આવેલા ચારેક લૂંટારું એ છરી બતાવી તેને લૂંટ ચલાવી હતી . જે બાદમાં કારમાં બેસી લૂંટારું નાસી છુટ્યાં કર્મચારીએ તેના શેઠને જાણ કરી તપાસ કરતાં કુલ 6.84 લાખનો મુદ્દામાલ ભરેલ બેગ લૂંટાઇ હોવાનું સામે આવ્યું છે.

 સમગ્ર મામલે કર્મચારીએ અજાણ્યા લૂંટારું ઇસમો વિરૂધ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.પાટણ જીલ્લાના સિદ્ધપુરમાં આંગડીયા પેઢીના કર્મચારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. કનુભાઇ સોમાભાઇ પટેલ વર્ષોથી સિદ્ધપુર મારૂતિ કોપ્લેક્ષ ખાતે આવેલ પટેલ જયંતિભાઇ સોમાભાઇની આંગડીયા પેઢીમાં નોકરી કરે છે.તેઓ પેઢીના જે પાર્સલ અમદાવાદથી આવે તે લાવવા-લઇ જવાનું કામ કરે છે. અમદાવાદથી આવેલા પાર્સલ લેવા દેથળી ચાર રસ્તા ગયા હતા. ત્યારે લૂંટારું ઈસમો કારમાં આવી છરીની અણીએ લૂંટ ચલાવી રફુચક્કર થઈ ગયા હતા. ઘટના બાદ કનુભાઇએ પોતાના શેઠને તાત્કાલિક ફોન કરી ઘટનાની જાણ કરતા તેઓ આવી પહોંચ્યાં હતા.સિદ્ધપુરમાં આંગડીયા કર્મચારી પાસેથી છરીની અણીએ સોનાના દાગીના અને હીરા ભરેલ બેગની લૂંટની ઘટનાને લઇ હડકંપ મચી ગયો છે. અને જિલ્લા પોલીસ વડા સહિત LCB SOG સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.આંગડીયા પેઢીના કર્મીએ શેઠને વાત કરતાં તપાસ કરતાં ખબર પડી હતી કે, પાર્સલમાં સોનાના દાગીના અને હીરા મળી કુલ રૂ 6,84,030ની કિંમતનો મુદ્દામાલ હતો. જેથી કર્મીએ પોતાના શેઠને સાથે રાખી અજાણ્યા લૂંટારું ઇસમો વિરૂધ્ધ સિદ્ધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા લૂંટારુ વિરૂધ્ધ ગુનો નોંધી આ મામલે વધુ હાથ ધરી હતી.

(12:35 am IST)