Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રાજપીપળા APMC ખાતે ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા અધ્યક્ષની ઉપસ્થિતમાં ભાજપની બેઠક યોજાઈ

2022 ની વિધાનસભાની ચૂંટણી માં ભાજપ મહિલા મોર્ચાનો મહત્વ નો ફાળો હશે - ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા અધ્યક્ષ ડો.દીપિકા સરડવા

( ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચાના અધ્યક્ષ ડો.દિપીકા બેન સરડવાએ આજે નર્મદા જિલ્લાની મુલાકાત લીધી.આ મુલાકાત દરમ્યાન રાજપીપલા એ પી એમ સી ખાતે મહિલા મોર્ચા નર્મદા જિલ્લાની નવા નિમાયેલા હોદ્દેદારો સાથે બેઠક પણ યોજવામાં આવી હતી આ બેઠકમાં આવનાર 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં મહિલા મોર્ચા નું શું મહત્વ છે તેના વિષે ડો.દિપીકાબેન સરડવાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે 182 બેઠકો પર વિજય મેળવવાનો જે નીર્ધાર કર્યો છે તેના વિષે છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ભારતીય જનતા પાર્ટીના આગામી કાર્યક્રમો વિષે નર્મદા જિલ્લા ભાજપના મહામંત્રી નીલ રાવે માહિતી આપી હતી .આ બેઠકમાં ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા ના મહામંત્રી તૃપ્તિબેન વ્યાસ,પ્રદેશ મંત્રી નીપાબેન પટેલ અને જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ જયશ્રીબેન ધામેલ  સહીત નર્મદા જિલ્લા મહિલા મોર્ચાની બેહનોએ હાજરી આપી હતી

(10:49 pm IST)