Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રાજપીપળા પાસેના ચિત્રાવાડીના ગ્રામજનોએ સ્મશાન બાબતે પાલીકાના ચીફ ઓફિસરને આપ્યું આવેદન

પાલિકાનું 100 વર્ષ જૂનું સ્મશાનમાં રાજપીપલા નગર અને ગ્રામ્ય વિસ્તારના લોકો અગ્નિસઁસ્કાર કરવા આવે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :  રાજપીપલા નગરમાં એક બાજુ સ્મશાનને લઈને લોકો વિરોધ ઉભા કરે છે ત્યારે બીજી બાજુ રાજપીપળાને અડીને આવેલ ચિત્રવાડી ગામ પાસે આવેલ 100 વર્ષ જુના જર્જરિત સ્મશાન ગૃહને રીપેરેશન કરવા અને અદ્યતન બનાવવા ચિત્રાવાડી ગામના ગ્રામજનો અને યુથ કોંગ્રેસ દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજુઆત કરવામાં આવી છે.  
  પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ચિત્રાવાડી ગામ પાસે લગભગ 100 વર્ષ જૂનું સ્મશાન આવેલુ છે. ત્યાં રાજપીપળાના નગરજનો તથા ચિત્રાવાડી સહીત આજુબાજુના ગામના લોકો પોતાના સ્વજનોની અંતિમક્રિયા કરે છે. ચિત્રાવાળી ગામની સીમમાં તથા રાજપીપળાની હદમાં લાગતું હોવાથી રાજપીપળા નગર પાલિકા ચીફ ઓફિસરને નાંદોદ વિધાનસભા યુથ કૉંગ્રેસ તરફથી સ્મશાનમાં રસ્તા,સોલાર લાઈટ, બોર-મોટર, સહિત વિકાસ ના કામ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં નર્મદા યુથકૉંગ્રેસ પ્રમુખ વાસુદેવ વસાવા તથા નાંદોદ વિધાનસભા યુથકૉંગ્રેસ પ્રમુખ અજયભાઈ વસાવા તથા નર્મદા ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ પરમાર તથા પ્રમુખ શહેર યુવા કોંગ્રેસ મેહુલ પરમાર હાજર રહ્યા હતાં.

(10:47 pm IST)