Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના અધ્યક્ષપદે રાજપીપલા કલેક્ટર ઓફીસ ખાતે આજે યોજાયેલી ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠકમાં નર્મદા જિલ્લાનો રોડ સેફ્ટી એક્શન પ્લાન- ૨૦૨૧-૨૨ ને મંજૂર કર્યો હતો તેમજ  જિલ્લામાં માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યામાં ઘટાડો થાય તે રીતનું સૂચારૂ આયોજન ઘડી કાઢવા પર ખાસ ભાર મૂક્યો હતો.
  આ બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી કે.એમ. ખપેડ, જિલ્લા મોટર વાહન નિરીક્ષક વી.ડી.આસલ, રાજપીપલા નગર પાલિકાના ચીફ ઓફીસર પરાક્રમસિંહ મકવાણા સહિત નાઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકને સંબોધતા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહે જિલ્લામાં જાહેર પાર્કિંગની સુવિધા સુનિશ્તિ કરવા, રસ્તા પરના દબાણો દૂર કરવાં તેમજ જરૂરીયાત જણાય ત્યાં પાર્કિંગ ઝોન તેમજ નો-પાર્કિંગ ઝોન ઉભા કરવાની સાથે ડિસ્ટ્રીક્ટ રોડ સેફ્ટી અંતર્ગત બહાર પડાયેલ જાહેરનામાનો ચુસ્ત પણે અમલ કરવાં, રખડતા ઢોરને પકડીને તેને નિયત જગ્યાએ વ્યવસ્થા કરવાની સાથોસાથ  રોડ સેફ્ટી એક્શન પ્લાન ૨૦૨૦-૨૧ અંતર્ગત જિલ્લામાં જે કામો અધુરા હોય તે કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવાની તાકીદ પણ કરાઇ હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર શાહે જિલ્લામાં આવેલા બ્લેકસ્પોટની સુધારણા માટે યોગ્ય કાર્યવાહી માર્ગ મકાન વિભાગ, નેશનલ હાઈવેના અધિકારીઓને સુચના આપી હતી. ચાલુ ડ્રાઇવિંગમાં મોબાઇલ પર વાત કરતા, હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવરસ્પીડીંગ જેવા કિસ્સાઓમાં વાહન ચાલકો વિરૂધ્ધ દંડની વસુલાત કરવાની સાથે એસ.ટી.ના ડ્રાઇવરોને તાલીમ અને પોલીસ કર્મીઓ માટે ફસ્ટ એઇડની તાલીમ ગોઠવવાની સૂચના આપી હતી

(10:36 pm IST)