Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર

ધો.10ના પરિણામના 50 માર્ક્સ અને ધો.11ના 25 માર્ક્સ અને ધો.12ની સામાયિક અને એકમ કસોટીના 25 ગુણ ગણાશે

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઇરસના કહેર વચ્ચે ધોરણ10-12ની પરિક્ષા નહિ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે સાથે રાજ્યના ધોરણ 10-12ના તમામ વિધાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આજ રોજ સરકાર દ્વારા ધોરણ 12ના પરિણામની માર્કશીટનું માળખું જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકાર ના જણાવ્યા અનુસાર ધો. 10ના પરિણામના 50 માર્ક્સ, ધો.11ના પરિણામના 25 માર્ક્સ, અને ધો.12ની સામયિક અને એકમ કસોટીના 25 ગુણ ભેગા કરી ધોરણ 12 ની માર્કશીટ તૈયાર કરવામાં આવશે. સંભવત: જુલાઇના બીજા અઠવાડિયામાં વિધાર્થીઓને તેમના પ્રમાણપત્ર મળી જશે...

(9:04 pm IST)