Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સિઝનના પહેલા વરસાદથી યાત્રાધામ પાવાગઢ ડુંગરના પગથિયાઓ પર વહી

ડુંગર ઉપરથી નીચે આવતા વરસાદી પાણીએ નયનરમ્ય દ્રશ્યો સર્જ્યા

પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ એવા પાવાગઢના ડુંગર વિસ્તારમાં પણ ધોધમાર વરસાડ પડ્યો હતો. જેના કારણે પાવાગઢના ડુંગર ઉપરથી નીચે આવતા વરસાદી પાણીએ નયનરમ્ય દ્રશ્યો સર્જ્યા હતા. ડુંગરના પગથિયાઓ ઉપરથી વરસાદી પાણીની વહેતી નદીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
પંચમહાલ જિલ્લાના હાલોલ પંથકમાં બપોરે વરસાદી માહોલ સર્જાયો હતો. દરમિયાન યાત્રાધામ શક્તિપીઠ ખાતે ડુંગર ઉપર ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે માતાજીના મંદિર જવાના પગથિયાં ઉપર વરસાદી પાણી વહેતા થયા હતા.
પગથિયાં ઉપર વરસાદી પાણીને લઈ જાણે નદી વહેતી હોય એવા દ્રશ્યો વચ્ચે માતાજીના દર્શનાર્થે આવેલા ભક્તોમાં આનંદની અનુભૂતિ જોવા મળી હતી. પંથકમાં વરસાદના કારણે ધરતી પૂત્રોમાં પણ ભારે આનંદની લાગણી છવાઈ છે

(8:14 pm IST)