Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વડોદરામાં એક કરોડથી વધુ કિંમતનું 1 કિલો MD ડ્રગ્સ ઝડપાયુ :બે મહિલા સહીત 6 લોકોની ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે બાતમીને આધારે પાદરા જકાતનાકા પાસેથી ડ્રગ્સ ઝડપ્યું

વડોદરાના પાદરામાંથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ એક કરોડ રૂપિયાથી વધુ કિંમતનો એક કિલો MD ડ્રગ્સનો જથ્થો ઝડપી લીધો છે. NCBએ ડ્રગ્સ ના જથ્થા સાથે બે મહિલા સહિત 6 વ્યક્તિઓ ની પણ અટકાયત કરી છે જેઓ પાસેથી રોકડ રકમ પણ કબ્જે લેવામાં આવી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમે બાતમીને આધારે પાદરા જકાતનાકા પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન NCBએ 2 મહિલા સહિત 6 લોકોની અટકાયત કરીને તપાસ કરતા તેમની પાસેથી એક કિલો જેટલુ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ આરોપીઓ દ્વારા આટલી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવ્યા અને તેને ક્યાં લઇ જવાનો હતો, તે સહિતના મુદ્દે NCBએ આરોપીઓની પૂછપરછ કરી છે

(7:24 pm IST)