Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વડોદરા નજીક અણખોલ ગામે નવા બનતા મકાનની સાઈટ પર દારૂની મહેફિલ માણતા પાંચ નબીરાને પોલીસે રંગે હાથે ઝડપી પાડયા

વડોદરા: શહેર નજીક આવેલા અણખોલ ગામે નવી બંધાતી કામઘેનું વુડ્સ નામની સાઇટ પર નવા બંધાતા મકાનમાં ગઇ રાત્રે દારૃની મહેફિલ માણતા પાંચ નબીરાઓને પોલીસે ઝડપી પાડયા હતાં.

આ અંગેની વિગત એવી છે કે અણખોલ ગામની સીમમાં કામધેનુ વુડ્સ નામની સાઇટ પર નવા મકાનોનું બાંધકામ ચાલું છે. આ સાઇટ પરના એક મકાનમાં દારૃની મહેફિલ ચાલે છે તેવી બાતમીના આધારે તાલુકા પોલીસે ગઇ રાત્રે દરોડો પાડયો હતો. આ મકાનમાં પાંચ શખ્સો નીચે બેસીને પ્લાસ્ટિકના ગ્લાસમાં દારૃની ચૂસકીઓ મારતા હોવાનું જણાયું હતું તેમની પાસે દારૃની એક બોટલ તેમજ ચાસણા માટે પડીકા મળ્યા હતાં.

પોલીસે પાંચેયની દારૃના નશામાં ધરપકડ કરી તેઓની પાસેથી પાંચ મોબાઇલ, એક કાર, એક બાઇક અને એક સ્કૂટર મળી કુલ રૃા.૪.૭૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. દારૃની બોટલ ક્યાંથી લાવ્યા તે અંગે પૂછપરછ કરતા મુંબઇના એક શખ્સ ચેતન કણસાગરાએ જણાવ્યું હતું કે ૧૦ દિવસ પહેલા મુંબઇથી આવ્યો ત્યારે નવી મુંબઇ ખાતેના વાઇનશોપમાંથી ખરીદીને લાવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે દારૃની મહેફિલમાં ઝડપાયેલા શખ્સો કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા કર્મચારીઓ છે.

(5:44 pm IST)