Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વડોદરાના વાડી વિસ્તારમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

વડોદરા:શહેરના વાડી વિસ્તારમાં યુવાને પોતાના મકાનના બીજા માળે ગળા ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગેની વિગત એવી છે કે વાડી વિસ્તારમાં આવેલી છેલ્લી પોળમાં રહેતો ૩૯ વર્ષનો તુષાર મઘુકર પાઢરે  સિક્યુરિટિ જવાન તરીકે નોકરી કરતો હતો. ગઇ રાત્રે તેણે મકાનના બીજા માળે હિંચકાના હૂક પર ઓઢણી બાંધીને ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. આ બનાવ અંગે વાડી પોલીસને જાણ થતા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને યુવાનના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં ખસેડયો હતો.

આ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસોથી મૃતક આર્થિક સંકળામણ અનુભવતો હતો તેમજ બે દિવસ પહેલાં જ તેની પત્ની પિયર ગઇ હતી. જો કે આત્મહત્યા માટેનું ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું નથી.

(5:43 pm IST)