Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સુરતમાં રાત્રી દરમ્યાન વરસાદના પગલે રોડ પર પાર્ક કરેલ કાર પર ઝાડ પડતા ભારે નુકશાન

સુરત: શહેરમાં વરસાદને પગલે સવારે અશ્વનિકુમાર રોડ પર પાર્ક કરેલી કાર ઉપર ઝાડ પડતા કારને નુકશાન થયું હતુ. જયારે સ્થળ ઉપર અફડાતફડી મચી ગઈ હતી,જોકે ફાયરના જવાનોએ ઘટના સ્થળે પહોંચી તૂટી પડેલા ઝાડની ડાળીઓ ખસેડી કારને બાહર કાઢવામાં આવી હતી.

પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં રાત્રી દરમિયાન તેમજ સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે ઠેર-ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ખાબોચિયા ભરાય ગયા હતા. આવા સમયે અશ્વનિકુમાર રોડ અંકુર સોસાયટી પાસે અરવિંદભાઈ દુધાત નામની વ્યક્તિની પાર્ક કરેલી કાર પર સવારે અચાનક ઝાડ તૂટી પડ્યું હતું જેથી કાર ઝાડની ડાળીઓ નીચે દબાઈ ગઈ હતી.જયારે ઘટનાને પગલે સ્થળ ઉપર હાજર લોકોમાં અફડાતફડી મચી ગઈ હતી તેમજ કાર માલિક પણ દોડી આવ્યો હતો. 

આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામા આવતા ફાયરજવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને કાર ઉપર પડેલી ઝાડની ડાળીઓ ખસેડી કાર બહાર કાઢવામાં આવી હતી.ઘટનામાં કોઇ જાનહાની નહીં થઇ હતી પરંતુ કારને નુકશાન થયું હોવાનું ફાયર સૂત્રોએ કહ્યું હતું

(5:42 pm IST)