Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

બોરસદ તાલુકાના પીપળી તાબે રામપુરા સિમ વિસ્તારમાં ગુપ્ત માહિતીના આધારે પોલીસે છાપો મારી 10 શકુનિઓને જુગાર રમતા ઝડપી પાડયા

બોરસદ:તાલુકાના પીપળી તાબે રામપુરા સીમ વિસ્તારમાં એલસીબી પોલીસે મળેલ ગુપ્ત બાતમીના આધારે ઓચિંતો છાપો મારી ૧૦ શકુનીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે ઝડપાયેલ શખ્શો પાસેથી જુગાર રમવાના પાનાપત્તા સહિત કુલ્લે રૂા.૮૮૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ તમામ શખ્શો વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ એલસીબી પોલીસની ટીમ ગત તા.૧૪મીના રોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે પીપળી તાબે રામપુરા સીમ વિસ્તારમાં જુબેરખાન અનવરખાન પઠાણનાઓની ઓરડી પાસે ખુલ્લામાં કેટલાક શખ્શો એકત્ર થઈ પાનાપત્તાનો હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની ગુપ્ત બાતમી પોલીસની ટીમને મળી હતી. જેથી પોલીસની ટીમે બાતમીવાળા સ્થળે ઓચિંતો છાપો મારતા જુગાર રમી રહેલ શખ્શોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે ઘટના સ્થળેથી જુગાર રમી રહેલ તરૂણકુમાર જીતેન્દ્રભાઈ જોષી (રહે. પાદરા), એઝાજભાઈ ઐયુબ ભાઈ ગરાસિયા (રહે. પાદરા), મુનાવર ભાઈ ઉર્ફે મુના ઈબ્રાહીમભાઈ બેલીમ (રહે.વડોદરા), ચિરાગભાઈ અભેસિંગભાઈ રાઠોડ (રહે. બોચાસણ), સલીમભાઈ મહમદભાઈ રાઠોડ (રહે.વડોદરા), મૈયુદ્દીન માનસિંગ રાઠોડ (રહે.વડોદરા), અમનભાઈ અરવિંદ ભાઈ રાઠોડ (રહે.વડોદરા), જાવેદભાઈ મનુભાઈ રાઠોડ (રહે.વડોદરા), શાહિલભાઈ અનવરભાઈ શેખ (રહે.વડોદરા) અને અજયકુમાર છત્રસિંહ રાજ (રહે.ગોરવા)ને રંગેહાથ ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્થળેથી જુગાર રમવાના પાનાપત્તા તેમજ ઝડપાયેલ શખ્શોની અંગજડતી તેમજ દાવ પરથી પરથી કુલ્લે રૂા.૮૮,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:30 pm IST)