Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ગાંધીનગરમાં સે-13માં પત્ની પિયર ચાલી જતા શ્રમજીવી યુવાને બે બાળકો સાથે ઝેર ગટગટાવી જીવનલીલા સંકેલી લેતા ચકચાર

ગાંધીનગર: શહેરના સે-૧૩માં આવેલી શ્રમજીવી વસાહતમાં રહેતા યુવાને પત્નિ પિયર જતી રહી હોવાથી બાળકોની સારસંભાળ રાખવાની જવાબદારીથી કંટાળીને ગઈકાલે રાત્રે બે બાળકોને દુધમાં ઝેરી દવા પીવડાવી દીધી હતી અને પોતે પણ પી લીધી હતી. ઘટના અંગે પાડોશીઓને જાણ થતાં ત્રણેયને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમની સારવાર શરૃ કરવામાં આવી હતી. હાલ તો ઘટના અંગે યુવાનના મોટાભાઈની ફરીયાદના આધારે તેની સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.   

ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે મુળ પાટણ જિલ્લાના સમી તાલુકાના નાનીચંદુર ગામના વતની અને હાલ સે-૧૩માં શ્રમજીવી વસાહતમાં રહેતાં ૩૧ વર્ષીય ગોવિંદભાઈ ઉર્ફે વિક્રમભાઈ ભાઉભાઈ સોલંકીના લગ્ન આઠ વર્ષ અગાઉ અમદાવાદ ઠકકરનગર કેવડાજીની ચાલીમાં રહેતા શંકરભાઈ નારણભાઈ વાલ્મીકીની પુત્રી દક્ષાબેન સાથે થયા હતા. દક્ષાબેને બે પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો હતો. જેમાં વર્ષનો પુત્ર રાજચાર વર્ષનો પુત્ર દેવરાજ અને પાંચ મહિનાની પુત્રી ભાવનાનો સમાવેશ થાય છે. દક્ષા છેલ્લા દોઢ મહિનાથી બાળકીને લઈ પિયર જતી રહી છે જેના કારણે ગોવિંદના માથે રાજ અને દેવરાજની સારસંભાળ કરવાની જવાબદારી આવી પડી હતી. ગઈકાલે ગોવિંદ કચરો વીણવા માટે ગયો હતો તે દરમ્યાન તેને કચરામાંથી એક દવાની બોટલ મળી આવી હતી અને દવાથી પોતે અને બાળકોને મારી નાંખવાનું નક્કી કર્યું હતું. જેથી રાત્રે નવ વાગ્યાના અરસામાં તેણે દુધમાં દવા ભેળવીને રાજ અને દેવરાજને પીવડાવી દીધી હતી અને ત્યારબાદ તેણે જાતે પણ દવા પી લીધી હતી. દવાની અસર થઈ જતાં ગોવિંદે મામલે પાડોશીને જાણ કરી હતી જેથી બેભાન અવસ્થામાં બે બાળકો અને ગોવિંદને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં બન્ને બાળકોને આઈસીયુ વોર્ડમાં સારવાર આપવામાં આવી રહી છે. મામલે ગોવિંદના ભાઈ પ્રભુભાઈની ફરીયાદના આધારે સે- પોલીસે ગોવિંદ સોલંકી સામે બાળકોની હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને વધુ તપાસ આરંભી છે. સે- પોલીસ મથકના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગોવિંદે ડીડીમાં પણ પત્નિ પિયર જતી રહી હોવાથી પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. 

(5:26 pm IST)