Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મોડાસા: શામળાજી પોલીસે અલગ અલગ ચાર જગ્યાએથી દરોડા પાડી 240 પાઉચ દારૂનો જથ્થો જપ્ત કર્યો

મોડાસા:શામળાજી પાસે થી અલગ અલગ ચાર જગ્યાએથી વિદેશી દારૂ ઝડપી પડાયો હતો.જેમાં વિદેશી દારૂના ૨૪૦ પાઉચ સહિત અલગ અલગ માર્કાની બોટલો કબ્જે કરાઈ હતી. કાર,બાઈક સહિત કુલ રૂ..૨૦ લાખના મુદ્દામાલ સાથે ઈસમોને ઝડપી લીધા હતા. અંગે શામળાજી પોલીસ મથકે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા શંકાસ્પદ વાહનોનું ચેકીંગ શામળાજી પોલીસે હાથ ધર્યું હતું.તે દરમ્યાન અણસોલ પાસે થી પસાર થતી કારને અટકાવી હતી. જેની તલાસી લેતાં ડેકીમાંથી વિદેશી દારૂના છુટા પાઉચ નંગ-૨૪૦ મળી આવ્યા હતા.જેની કિં.રૂ.૧૬,૮૦૦/-,મોબાઈલ કિં.રૂ. હજાર તથા કારની કિંમત રૂ.૫૦ હજાર મળી કુલ રૂ.૬૮,૮૦૦/- ના મુદ્દામાલ સાથે એક શખ્શને ઝડપી લીધો હતો.

જયારે બીજા બનાવમાં અણસોલ ચેકપોસ્ટ પાસે થી એક શખ્શ થેલામાં ગેરકાયદેસર સંતાડી વિદેશી દારૂ લઈ જઈ રહયો હતો જેને પકડી લીધો હતો અને થેલામાંથી દારૂની બોટલ મળી આવી હતી. જેની કિં.રૂ.૮૦૬૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જયારે ભિલોડા તાલુકાના ગલીસીમરો ગામે ઘર આગળ આવેલ દુકાનમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો.જેમાં અલગ અલગ માર્કાની વિદેશી દારૂની ૧૩ બોટલ કિં.રૂ.૧૯૦૦ નો મુદ્દામાલ ઝડપી લેવાયો હતો.જયારે શામળાજી હાઈવે રોડ ઉપર બાઈક ઉપર દારૂની હેરાફેરી કરતા એક શખ્શને પોલીસે પકડી લીધો હતો. જેની તલાસી લેતાં બેગમાં સંતાડેલી વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. પોલીસે દારૂ અને બાઈક સહિત કુલ રૂ.૪૧,૭૪૫- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

(5:25 pm IST)