Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મહેસાણા નજીક પાલોદર જવાના રસ્તે રાજસ્થાનથી આવતા ટ્રકને ઝડપી પોલીસે દારૂના કટિંગનો પર્દાફાશ કર્યો

મહેસાણા: લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કેમહેસાણામાં આવેલ રાધેકુંજ સોસાયટીમાં રહેતો ગીરીશ જેણાજી ડાભીએ રાજસ્થાનથી વિદેશી દારૃ ભરેલી ટ્રક મંગાવી છે. ટ્રક રામોસણાથી પાલોદર તરફ જતા રોડ પર ઇન્ડસ્ટ્રીઝ સામે ઉભી છે. અહીં દારૃ મંગાવનાર ગીરીશ કાર સાથે પહોંચીને જથ્થો સગેવગે કરવાની ફીરાકમાં છે. જેના આધારે એલસીબીના પીીએસઆઇ .કે.વાઘેલા સહિતના સ્ટાફે સ્થળે રેડ પાડી હતી. જ્યાં ઉભેલી ટ્રકમાંથી પશુ આહારમાં વપરાતા ગવાર કોરમાના કોથળાઓની આડમાં છુપાવેલ જુદા જુદા બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૃની ૧૬૭૪ બોટલો મળી આવી હતી. જેથી પોલીસે દારૃની હેરાફેરીમાં સંડોવાયેલા મુખ્ય સુત્રધાર ગીરીશ ઉર્ફે મામુ જેણાજી ડાભીટ્રક ચાલક રહીમ અબ્દુલખાન મંગલીયા અને કલીનર ફતેખાન શેરૃખાન ખાલતને ઝડપી લીધા હતા. પોલીસે વાહનો અને દારૃ મળી કુલ રૃ.૩૦.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. દરમિયાન ટ્રક ડ્રાયવરની પુછપરછ કરતા તેણે પોતાના શેઠ શકરૃખાને જોધપુરથી ગવાર કોરમાના કોથળા ભરાવ્યા હતા. તે પછી બાડમેરના દેરાસર ગામેથી દારૃનો જથ્થો ટ્રકમાં ભરીને મહેસાણા ખાતે ગીરીશ ડાભીને પહોંચાડવાનો હોવાની કબુલાત કરી હતી.

(5:19 pm IST)