Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

માલપુર તાલુકાના હેલોદર ગામે ખેતરમાં ખેતી કરવા ગયેલ શેઢા બાબતે ઝઘડો કરી માર મારનાર 4 વિરુદ્ધ ગુનો દાખલ

માલપુર: તાલુકાના હેલોદર ગામના સૂર્યાબેન પ્રવિણભાઈ પટેલે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેઓ પતિ સાથે સાતરડાવાળા ખેતરમાં ખેડામણ કરવા મા૮ે ગયા હતા.તે દરમ્યાન બાજુમાં આવેલ ખેતરના માલીક અમૃતભાઈ પટેલે કહેલ કે તમો કેમ મારા ખેતરના શેઢાને ખેડી નાખેલ છે.તેમ કહેતા અમોએ કહેલ કે મારા ખેતરમાં ખેડામણ કરીએ છીએ,કોઈની બાજુ શેઢાનું ખેડામણ કરેલ નથી તેમ કહેતા અમૃતભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.તેઓની સાથે અન્ય ત્રણ વ્યક્તિઓ ભેગા મળી હુમલો કર્યો હતો.

જેમાં પ્રવિણભાઈ ને નીચે પાડી દઈ ગડદાપાટુનો માર માર્યો હતો અને કહેતા હતા કે શેઢો તથા ખેતર મારૂ છેકહી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.જેથી અંગે સુર્યાબેન પ્રવિણભાઈ પટેલ નાઓએ માલપુર પોલીસ સ્ટેશનમાં અમૃતભાઈ ડાહ્યાભાઈ પટેલ,રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલ,રાઘવભાઈ અમૃતભાઈ પટેલ અને અનંતભાઈ રમેશભાઈ પટેલ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(5:17 pm IST)