Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

યોગ સાથે રહો, ઘરે રહો ના સંદેશ સાથે

એન.સી.સી. કેડેટસ ર૧ જુને વિશ્વ યોગ દિવસમાં ભાગ લેશે : રાષ્ટ્રીય સ્તરે જીંગલ કંમ્પોઝીશન સ્પર્ધા

અમદાવાદ : કોરોના મહામારીમાં બધા ઘરમાં રહેવા મજબુર બનેલ. તેવામાં આખા વિશ્વમાં ર૧ જુને ૭ મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવા તૈયારીઓ ચાલી રહી છે. રાજયમાં એનસીસી નિર્દેશાલયે પણ યોગ દિવસ ઉપર સામાન્ય યોગ પ્રોટોકોલ હેઠળ ઘરે પરિવાર વચ્ચે ઉત્સવમાં ભાગ લેશે. યોગ દિવસ માટે આયુષ મંત્રાલય સાથે મળીને પ્રોગ્રામ તૈયાર કરાયો છે. જેનો સીધો સંદેશ છે કે યોગ સાથે રહો, ઘરે રહો.

આ અવસરે બધા એનસીસી કેેડટ, પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રોને ઘરે યોગ કાર્યક્રમમાં ભાગ લેવા પ્રેરિત કરશે. સંચાલન માટે ડીઝીટલ, વર્ચ્યુઅલ અને ઇલેકટ્રોનીક પ્લેટફોર્મનો ઉપયોગ કરાશે. એનસીસી નિર્દેશાલય દ્વારા રાષ્ટ્રીય સ્તરે જીંગલ કંમ્પોઝીશન સ્પર્ધા યોજાશે. જેમાં કેટેડની ભાગીદારીથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંગે ચર્ચા થશે. સ્પર્ધાના વિજેતાને રપ હજારનું રોકડ ઇનામ અપાશે.

(1:14 pm IST)