Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી વરસાદી માહોલ

ઓલપાડ, માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ: કીમ, કોસંબા, પાલોદ, કઠોદરા, તરસાડીમાં છુટો છવાયો વરસાદ

સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. સુરત ગ્રામ્યના ઓલપાડ, માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુરત ગ્રામ્યના કીમ, કોસંબા, પાલોદ, કઠોદરા, તરસાડી સહિતના વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યો. તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે

(12:09 pm IST)